Kshatriya Samaj Vs Rupala : શું ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી શરુ થશે ? કરણસિંહ ચાવડાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

September 10, 2024

Kshatriya Samaj Vs Rupala : લોકસભાની ચૂંટણી વખતે ભાજપ સાંસદ પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં (kshatriya samaj) ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ક્ષત્રિય-રાજપુત સમાજે ભાજપ પાસે રુપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી કરી હતી પરંતુ ભાજપે ટિકિટ પાછી ખેંચી ન હતી અને એટલા વિરોધ બાદ પર રુપાલા જંગી લીડથી રાજકોટ સીટ પરથી જીત્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ આંદોલન પર અલ્પવિરામ મુક્યું હતું. ત્યારે હવે લાગી રહ્યું છે કે, ક્ષત્રિય સમાજનું આ આંદોલન ફરી એક વાર શરુ થઈ શકે છે. તાજેતરમાં રુપાલાએ આ વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી હતી કે, તેમને જે કહ્યું હતુ તે બરાબર જ ક્હયું હતુ. તેમજ રામ વિશે પણ વાણી વિલાસ કર્યો હતો. ત્યારે ફરી એક વાર ક્ષત્રિય સમાજ આંદોલનનો માર્ગ અપવાની શકે તેવી શક્યતા છે. કેમકે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા જણવવામા આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રીને લખેલા આ પત્ર મામલે ગુજરાત રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું (Karan Singh Chawda) નિવેદન સામે આવ્યું છે.

કરણસિંહ ચાવડાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં કરેલી રજૂઆત બાદ ગુજરાત રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કરણસિંહ ચાવજડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંકલન સમતિ દ્વારા 5-08- 2024 ના રોજ એક પત્ર લખવામા આવ્યો છે અને આ પત્રમાં જે ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો છે તે આગામી 10-10 -2024 સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામા આવી છે. અમને આશા છે કે, દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવીને સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને તેનું સત્વરે નિરાકરણ કરશે જો આમ કરવામા નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપુત સંસ્થાઓની મીટીંગનું આયોજન કરી આ બાબતે આગામી રણનિતિનું આયોજન ઘડવામા આવશે.

રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરવા કરી માંગ

તાજેતરમાં રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સનાતન ધર્મના આરાધ્ય ઇષ્ટદેવ અને પ્રજા વત્સલ રાજા ભગવાન શ્રી રામ વિશે વાણી વિલાસ કરવામાં આવેલ છે. આ નિવેદનને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ સખત શબ્દોમાં વખોડે છે. સંકલન સમિતી દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવવામાં આવેલ છે. રૂપાલા દ્વારા પુનઃ સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવેલ છે. અમારી માંગણી છે કે ભાજપનું સંગઠનમાંથી રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરે…..

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ક્ષત્રિય સમાજનો વિરોધ ભાજપ માટે નુકસાનકારક

ઉલ્લેખનીય છે કે, સંકલન સમિતિએ આંદોલનને લઈને અગાઉ કહ્યું હતુ કે, અમે આંદોલન પર પૂર્ણ વિરામ નથી મુક્યું આ અલ્પવિરામ છે જો ક્ષત્રિય સમાજની માંગણીઓ પુરી કરવામા નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામા આવશે.ત્યારે આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેવામાં આ આંદોલન શરુ થાય છે ભાજપને ચોક્કસપણે નુકસાન થઈ શકે છે. ત્યારે હવે સરકાર ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે પછી આગામી સમયમાં ક્ષત્રિય સમાજ ભાજપ સરકાર સામે પડે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચો :Gujarat Police recruitment : પોલીસ ભરતીને લઈને મોટી અપડેટ, હસમુખ પટેલે આપી માહિતી

Read More

Trending Video