Kshatriya Samaj : પી.ટી.જાડેજા ક્ષત્રિય અસ્મિતા મંચને લઈને ગર્જ્યા, કહ્યું, “આ સમાજના નામે રાજકારણ રમવાના પેંતરા છે”

September 23, 2024

Kshatriya Samaj : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) એક્ટિવ થયો છે. લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનના પડઘા સમગ્ર દેશમાં ગૂંજ્યા હતા. પરંતુ ત્યારબાદ ક્ષત્રિય આંદોલન (Kshatriya Andolan) ઠંડુ પડી ગયું. અને તેની ચૂંટણીના પરિણામમાં કોઈ જ અસર પડી નહિ. જે બાદ ફરી ક્ષત્રિય સમાજ એક્ટિવ થયો છે. પરંતુ ક્યાંક ક્ષત્રિય સમાજના ફાંટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)ના નેજા હેઠળ આ ક્ષત્રિય સંમેલન યોજાયું અને તેમાં ભાવનગરના રાજવી વિજયરાજસિંહ પ્રમુખની ભૂમિકા ભજવશે. ત્યારે આ મામલે ગઈકાલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ મેદાન તો જાણે શંકરસિંહ વાઘેલાને ખુલ્લી ચેતવણી આપી દીધી હતી. હવે આ મામલે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા (PT Jadeja)ની પ્રતિક્રિયા સામે આવી છે.

ગુજરાતમાં નવા ક્ષત્રિય અસ્મિતા મંચ (Kshatriya Asmita Manch)ની રચનાને લઈને હવે ક્યાંક ક્ષત્રિય સમાજમાં જ અંદરોઅંદર ડખા ઉભા થતા હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને હવે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ કહ્યું કે, જો આ રાજકીય પાર્ટી બનાવવાની વાત હોય તો તેણે જાણ કરવાની હતી. અને જો સંગઠન રચવાની વાત હોય તો તેમણે આ મામલે સંકલન સમિતિને સાથે રાખી હોત તો આ ખુબ મોટું સંગઠન બન્યું હોત, જેમાં સાડા ત્રણ કરોડ ક્ષત્રિય જોડાયા હોત. રાજવીઓને સાથે રાખે તેનાથી અમને કોઈ વાંધો નથી. અને જો રાજકીય પક્ષ બનાવવો હોત તો પણ આ શક્ય બન્યું હોત.

વધુમાં તેમણે રોષ ઠાલવતા કહ્યું કે, જો આ મામલે કોઈ રાજનીતિ હોય તો જાહેર કરો અને જો સંગઠન હોય તો આ સમાજના બે ભાગ ના કરો. જો તેમનો ઈરાદો સંગઠન બનાવવાનો હોત તો સમાજને સાથે રાખીને ચાલ્યા હોત પણ તેઓએ તો માત્ર 500 કે 1000 લોકોને ભેગા કરી અને કહી દીધું કે અમે સંગઠનની રચના કરી. હું રાજપૂતની એક મોટી સંખ્યા ધરાવતા સંગઠનનો પ્રમુખ છું. રાજપૂત યુવા સંઘ જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય યુવકો જોડાયેલા છે. હું સંકલન સમિતિ સાથે જોડાયેલો છું અને પહેલા હું છોડવા માંગતો હતો. પરંતુ હવે છોડવા માંગતો નથી.

આ મામલે તેમણે કહ્યું કે, જો જયદેવસિંહ વાઘેલા જેઓ લખો યુવાનોના આદર્શ છે. તેમને પણ આ સંગઠન દ્વારા સાઈડ લાઈન કરી નાખવામાં આવ્યા છે. મારા જેવા આક્રમક માણસને તો તે લોકો સમિતિ છોડવાનું કહે છે. તેમણે કહ્યું કે મારા મતે આ લગ્ન છે. લગ્ન એક વાર જ થાય નાતરું બીજી વાર થાય. એટલે સમાજ માટે હું આ સમિતિમાં જોડાયો છું અને જોડાયેલો જ રહીશ. સમાજ માટે જે કરીશ તેમાં હવે જે થવાનું હોય તે થાય અને સમાજનો અવાજ રજુ કરીશ. અને જયારે સમાજ મને કહેશે કે તમે છાનામાના બેસી જાવ ત્યારે હું જરૂરથી શાંતિથી બેસી જઈશ.

આ પણ વાંચોOscar 2025 : કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર 2025 સુધી પહોંચી, આ ફિલ્મો પાછળ છોડી ઓસ્કારમાં

Read More

Trending Video