Kshatriya Samaj : પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસના કારણે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શરૂ થયું.. આ આંદોલનના કારણે ક્ષત્રિય સમાજ એક થયો પરંતુ તેનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું ન હતું. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. જેમાં તેમને ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો ને લઈને લખવામાં આવ્યો છે.
ક્ષત્રિય સમાજે પત્રમાં લખ્યું છે કે, ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ 08-10-2021 માં સી.એમ.હાઉસમાં બેઠક કરવામાં આવી હતી અને તે વખતે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તે પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ગુજરાત ક્ષત્રિય સમાજ સાથે ઓરમાયું વર્તન થતું હોય તેવી લાગણી ઉદભવી રહી છે. 05-08-2024ના રોજ જે પત્રો અને નકલો આપેલી છે, તેમાં લખેલું છે કે સરકારમાં પૂરતું પ્રતિનિધત્વ, વહીવટમાં પૂરતું પ્રતિનિધત્વ, સહિતના મુદ્દાઓ અને સામાજિક સંસ્થાઓને વહીવટી જમીન ફાળવણીના મુદ્દાઓ પ્રશ્નોનો નિરાકરણ આવે તે વીંટી કરવામાં આવે છે. આ પ્રશ્નોનો ઉકેલ 10-10-2024 એટલે કે દશેરા પહેલા લાવવા વિનંતી કરવામાં આવી છે. અને જો તે પહેલા ઉકેલ નહિ આવે તો દશેરા બાદ તમામ ક્ષત્રિય-રાજપૂત સમાજના પ્રતિનિધત્વ મંડળના અગ્રણીઓ સાથે બેઠક કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.
હવે જો ફરીથી ક્ષત્રિય સમાજ આંદોલન કરશે તો તેની અસર ચોક્કસ જોવા મળશે. ભલે લોકસભા ચૂંટણીમાં તેનું પરિણામ ન આવ્યું પરંતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેનું પરિણામ ચોક્કસ જોવા મળશે. અને જો ભાજપે તેનું પરિણામ તેમની તરફેણમાં લાવવું હોયતો ક્ષત્રિય સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે.