Kshatriya Samaj : ગુજરાતમાં લોકસભા ચૂંટણી વખતે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તો એ છે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ. જેના કારણે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને કારણે સતત રાજકારણ ગરમાયું રહ્યું છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને કારણે ક્ષત્રિય આંદોલન શરુ થયું હતું. જે બાદ લોકસભા ચૂંટણીમાં આમ તો કોઈ મોટો ફર્ક પડ્યો નહિ. અને અંતે તો આ ક્ષત્રિય આંદોલન પણ ક્યાંક માળીયે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ફરી પરષોત્તમ રૂપાલાએ રામ ભગવાન પર ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ ફરી જાગ્યો અને આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી છે. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેને ક્ષત્રિય સમાજની પોલ ખોલી છે.
પદ્મિનીબા વાળાએ આ કાર્યક્રમમાં કહ્યું કે, “આ પહેલાના આંદોલનમાં આપણે જોઈએ તેટલી જીત મળી નથી. તો આપણે ફરી આંદોલન કરીશું. પહેલાના આંદોલનની કોઈ જ અસર જોવા મળી નથી. આમ પણ ક્ષત્રિયોમાં એવું છે કે ભાગલા પાડો અને રાજ કરો. જે હવે આપણે થવા દેવાનું નથી. આગામી 22 ડિસેમ્બરે આપણે અમદાવાદમાં એકઠા થવાનું છે. અને આપણે રાજ શેખાવતની જે પાઘડી ઉછળી હતી. તેનો બદલો લેવાનો છે. અને આપણે બધા એટલી મોટી પાઘડી બનાવીએ અને રાજ શેખાવતભાઈને પહેરાવીએ.” ત્યારે હવે જોવાનું રહ્યું કે પદ્મિનીબા અને ક્ષત્રિય સમાજ આ વખતે શું સફળતા મેળવશે ખરા ?
આ પણ વાંચો : Ganesh Gondal : ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીને આખરી ઓપ, જયરાજસિંહએ ગણેશને જીતાડવા એડી ચોટીનું જોર લગાવ્યું