Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળી રહ્યુ છે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. ત્યારે આ સંમેલનની શરુઆત થઈ ગઈ છે અહીં રાજપુત- ક્ષત્રિય સમાજના આગેવાનો આવી રહ્યા છે. ત્યારે આ સંમેલન માટે રાજપૂત શક્તિ અસ્મિતા સંમેલન સ્ટેજ પર રાજવી પરિવારના આગેવાન ઉપસ્થિત રહ્યા છે. જેમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાઘેલા પણ અહીં પહોંચી ગયા છે.
ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કયા ક્યા રાજવી પરિવારના આગેવાનો પહોંચ્યા ?
શંકર સિહ વાઘેલા,વિજય રાજ સિહ ગોહિલ – ભાવનગર
રિદ્ધિ રાજ સિહ – દાંતા સ્ટેટ
તુષાર સિહ બારૈયા – દેવગડ બારીયા
ધ્રુવ રાજ સિહ વાઘેલા – સાંણદ
રાઘવેન્દ્ર સિહ ગોહીલ – દરેડ
કેતન સિંહ ગોહિલ – પાલીતાણા
વીરભદ્રસિંહ ચુડાસમા – ગાફ
રઘુવીર સિહ વાઘેલા – ગાંગડ
દેવેન્દ્ર સિહ જાડેજા – વીરપુર
કરણસિંહ ચૌહાણ – સંજેલી
સુર્યવિરર્સિહ – ઇડર
કરણ સિહ – ઇડર
કૃષ્ણકુમારી બા જાડેજા ગોંડલ
મહારાણી દિવ્યા જ્યોતિ સિંહજી – દાંતા
કુમાર યોગેન્દ્ર સિંહ – ગોંડલ
ગોપાલ સિહ ગોહિલ – પાટડી
યોગરાજ સિહ ચાવડા – માણસા
પૂંજા બાપુ વાળા – માંડવ ગઢ
આ પણ વાંચો : અમદાવાદના ગોતામાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, શું થશે મોટી નવાજૂની?