Kshatriya Mahasammelan :અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળ્યું છે. જાણકારી મુજબ આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલન રાજકીય ન હોવાનું કહેવામા આવી રહ્યુ છે જેથી ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. તેમજ કોંગ્રેસના આગેવાન એવા શક્તિસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નથી. પરંતુ શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) અને નયનાબેન જાડેજા (Nainaba Jadeja) અહીં પહોંચ્યા છે.
મહાસંમેલનમાં નયનાબા જાડેજાનું નિવેદન
નયનાબેન જાડેજાએ નિર્ભય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, અમારા ક્ષત્રિય સમાજને આગેવાનોને બોલવાવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન કઈ રીતે આગળ લઈ જવું અને અમારા પડત પ્રશ્નો છે તેને કઈ રીતે દિશા આપવી અને તેનંુ કઈ રીતે નિકારણ લાવવું તેના માટે છે. મહિલા આગેવાન તરીકે મારી માંગ છે કે, સ્ત્રી સશક્તિકરણ માટે ઠોસ પગલા લેવા ખાસ કરીને વિધવાઓ માટે પગલા લેવામાં આવે અને શિક્ષણક્ષેત્રે ખુબ યોગદાન મળવું જોઈએ.
ક્ષત્રિય સમાજમાં ભાગલા પર નયનાબા જાડેજાએ શું કહ્યુ ?
ક્ષત્રિય સમાજમાં ભાગલા હોતતો લોકસભાની ચૂંટણી વખતે જોવા ના મળ્યુ હોત તો ક્ષત્રિય સમાજ એક થતા ભાજપને ફીણ આવી ગયું, વિચારો અલગ હોઈ શકે, વિચારમાં ભેદ હોઈ શકે પરંતુ ક્ષત્રિય સમાજ ભાગ્યો નથી. આ એકતાનું જ પ્રતિક છે. અન્યાય ઘણાને થયો છે અને બધાને સાથે રાખીને અગાળ ચાલવાનું છે. અત્યાર સુધી સમાજે એકતા જાળવી રાખી છે. ભાજપની હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રહી છે પંરતુ તે શક્ય થશે નહીં.
આ પણ વાંચો : Kshatriya Mahasammelan : ઘણા લોકોએ હવનમાં હાડકા નાખવનું શરૂ કર્યું હતું… અશ્વિનસિંહ સરવૈયાનું મોટુ નિવેદન