Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળી રહ્યુ છે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. ત્યારેઆ સંમેલનની શરુઆત થઈ ગઈ છે અહીં રાજપુત- ક્ષત્રિય સમાજના આગેવાનો આવી રહ્યા છે. ત્યારે આ સંમેલન માટે રાજપૂત શક્તિ અસ્મિતા સંમેલન સ્ટેજ પર રાજવી પરિવારના આગેવાન ઉપસ્થિત રહ્યા છે. જેમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાઘેલા પણ અહીં પહોંચી ગયા છે.
મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાનું નિવેદન
આ સંમેલનમાં ઉપસ્થિત અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમમાં હાડકા નાખવાવાળા ઘણા ઊભા થયા હતા. ઘણા લોકોએ હવનમાં હાડકા નાખવનું શરૂ કર્યું હતું અને મહારાજા પર પણ આવશે નહિ આવે તેવા વિવાદ થયા હતા . વધુમાં તેમણે કહ્યુ હતુ કે,અહીંયા રાજકીય વાતો ન કરવી જોઈએ અને જો આ કાર્યક્રમ સરકાર વિરુદ્ધમાં હોય ત રોડ પર ભેગા થયા હોય પરંતું આ કાર્યક્રમમાં સમાજ એક થવાનો પ્રયત્ન કર્યો છે. નારી શક્તિકરનને પ્રાધાન્ય મળે અને કુરિવાજો દૂર કરવા સમેલન થયું.
વધુમાં અશ્વિનસિંહ સરવૈયાએ કૃષ્ણકુમારસિંહે ભારત માટે જે યોગદાન છે એટલા માટે તેમના પૌત્ર વિજયરાજસિંહને અમે પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમજ તેમણે અહીં કોઈ જ રાજકારણની વાત ન કરવા નિવંતી કરી હતી. સમાજ કઈ રીતે આગળ વધે એ જ આપણો ઉદ્દેશ છે.
આ પણ વાંચો : Kshatriya Mahasammelan : ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કયા ક્યા રાજવી પરિવારના આગેવાનો પહોંચ્યા ?