Kshatriya Mahasammelan: સમસ્ત ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) એક કરવાનાં ઉદ્દેશ્ય સાથે આજે અમદાવાદ (Ahmedabad) શહેરનાં ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન (Rajput Bhavan) ખાતે ક્ષત્રિય સમાનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. જે બાદ સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ખાસ તો મોટા રાજવી પરિવારના લોકો મંચ પર બેઠા હતા ત્યારે મહાસંમેલન પૂર્ણ થયા બાદ પદ્મિનીબા ( Padminiba Vala) અચાનક વિફર્યા હતા. સંમેલન પૂરું થયા બાદ પદ્મિનીબાએ ક્ષત્રિય શક્તિ અસ્મિતિ મંચનાં આગેવાન અર્જુનસિંહ ગોહિલ (Arjun Singh Gohil) સાથે બબાલ કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે, પદ્મિનીબાને આ મહાસંમેલનમાં આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું નથી જેના કારણે તેમણે આ બબાલ કરી હતી.
PadminiBaa ને ક્ષત્રિય મહાસંમેલનમા કેમ ગુસ્સો આવી ગયો હતો સાંભળો?#padminibaavala #kshatriyasamaj #rajputsamaj #viralvideo #nirbhaynews pic.twitter.com/TxzLWgr4aK
— Nirbhaynews (@nirbhaynews1) September 20, 2024
પદ્મીનીબા સાથેની બબાલને લઈને અર્જુનસિંહનું નિવેદન
આ મહાસંમેલન બાદ અર્જુન સિહ ગોહિલનું આ મામલે નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે, અમુક સમાજમાં વ્યવસ્થા બગાડવાવાળા લોકો હોય છે.આ રીતે આગળ ન વધાય.સમાજ સાથે રહીને સમાજ સાથે કામ કરતા રહો.પદ્મિની બા અમારા અદભુત અંગ છે.અમારે તેમના માટે કંઈ કેહવુ નથી.સમાજ એકતાની વાત હોય ત્યારે દીકરી બા છે છતાં સભ્યતા ચૂકયા છે.સમાજની સેવાથી દીકરી પણ આગળ વધી શકે છે.સમાજના સેવામાં ગૌરવ લેવાની વાત હોવી જોઈએ. અમારે મોટુ નથી થવું .
શંકરસિંહને લઈને અર્જુન સિહ ગોહિલે શું કહ્યું ?
વધુમાં અર્જુન સિહ ગોહિલે કહ્યુ કે, આજે આ સંમેલન માં ભાવનગરના મહારાજાનું સન્માન થયું. સારા કાર્યક્રમમાં અને જવાબદારી પૂર્વક આગળ વધવા જય રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યુ કે, આજે અદભુત ઘટનાઓ બની કોઈ રાજકીય વ્યક્તિ નથી બોલ્યા.શંકર સિહએ કહ્યું હું બોલીશ પણ નહિ .આ રાજકીય નહિ સામાજિક મંચ હતું.શંકરસિહ અમિત શાહ ને મળ્યા મને ખબર છે.સમાજની ચિંતા તેમને છે અને અમિત ભાઇને પણ ખબર છે.ક્ષત્રિય સમાજને સન્માન મળી રહશે અમને તેવો વિશ્વાસ છે.
આ પણ વાંચો : Kshatriya Mahasammelan : મહાસંમેલન પહેલા ક્ષત્રિય સમાજમાં પડેલા ભાગલા પર નયનાબા જાડેજાએ શું કહ્યુ ?