Kshatriya Andolan:હવે મારું નામ લેતા પહેલાં સો વાર વિચાર કરજો : તૃપ્તીબા રાઓલ

May 15, 2024

Kshatriya Andolan:લોકસભાની ચૂંટણીમાં (Loksabha election) ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હોય તો તે છે ક્ષત્રિય આંદોલન (Kshatriya Andolan).જો કે, ચૂંટણી પૂર્ણ થતા હવે આ ક્ષત્રીય આંદોલનમાં એક બાદ ફાટા પડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યુ છે. વિવાદિત નિવેદનને લઈને રુપાલા (parshottam ruala) અને ભાજપનો (BJP) વિરોધ કરનારી સંકલન સમિતિમાં (sankalan samiti) અંદરોઅંદર ડખા શરુ થયા છે.પહેલા પદ્મીનીબા વાળાએ (Padminiba Vala) સંકલન સમિતિ પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે સંકલન સમિતિના કેટલાક સભ્યો પર આંદોલનને અવળા પાટા પર લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પીટી જાડેજાએ (PT Jadeja) થોડા દિવસ પહેલા તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે તેવું નિવેદન આપ્યુ હતુ. જેના કારણે તૃપ્તીબા (Triptiba Raol) પર સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે આ મામલે આજે તેમને સોશિયલ મીડિયામા એક પોસ્ટ મુકી આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ક્ષત્રિય આંદોલનમાં (Kshatriya Andolan) ફાંટા પડ્યા

પદ્મીનીબા બાદ ક્ષત્રિય આંદોલને માથે લેનાર પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ પર સવાલો ઉઠાવ્યા હતા પીટી જાડેજાની કેટલીક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેમણે કહ્યું હતુ કે તૃપ્તિબાના પણ તેમની પાસે કેટલાક પ્રુફ છે જેનો તેઓ પર્દાફાશ કરશે. પીટી જાડેજાના આ વાયરલ ઓડિયોથી સંકલન સમિતિ અને તૃપ્તીબા સામે પણ સવાલો ઉઠ્યા હતા. પી. ટી.જાડેજાએ કહ્યું તૃપ્તિબા રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે.જો કે, પીટી જાડેજા થોડા સમયમાં જ પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું, જો કે, તૃપ્તીબાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. ત્યારે આજે તેમને સોશિયલ મીડિયામા એક પોસ્ટ મુકી આ મામલે પ્રતિક્રિયા આપી છે.

તૃપ્તિબા રાઓલનો પીટી જાડેજા અને પદ્મિનીબાને જવાબ

સંકલન સમિતિના ગુજરાત રાજ્યના તૃપ્તીબા રાઓલે ફેસબુક પર પોસ્ટ મુકી છે જેમાં તેમણે લખ્યુ છે કે, મારી મર્યાદાને મારી કમજોરી સમજવી નહીં,હું મારી માતાઓ ની અસ્મિતા માટે નીડર થઈ લડી શકતી હોય તો પોતાના સ્વાભિમાન માટે લડવા સક્ષમ છું જ,એટલે ફરી કહું છું કે હું મારી મર્યાદા ચુકવા માંગતી નથી પણ હવે મારું નામ લેતા પહેલાં સૌ વાર વિચાર કરજો.પીટી જાડેજાના નિવેદન બાદ તેમની આ પોસ્ટથી તેમણે પીટી જાડેજાને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, તેમનું નામ લેવું નહીં. તેમનો પીટી જાડેજા પ્રત્યેનો ગુસ્સો સ્પષ્ટપણે આ પોસ્ટમાં જોઈ શકાય છે.

આંદોલનમાં હવે શું નવો વળાંક આવશે ?

મહત્વનું છે કે, જે આંદોલન રુપાલાના વિવાદિત નિવેદનથી શરુ થયું હતું તેમાં ક્ષત્રિય સમાજના આંદોલનમાં સંકલન સમિતિ દ્વારા જ નિર્ણયો લેવામા આવ્યા હતા. અને આગળની રણનીતિ બનાવવામા આવી હતી. જો કે, જે આંદોલને સમાજમની એકતા બતાવી દે આંદોલન પર હવે અલ્પ વિરામ મુકાઈ ગયું છે્.હાલ રુપાલાની કોઈ ચર્ચા થઈ રહી નથી પરંતુ ક્ષત્રિય સમાજના લોકો અંદરો અંદર જ ઝગડી રહ્યા છે જેના કારણે ક્યાકને ક્યાક ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ આંદોલનમાં હવે શું નવો વળાંક આવશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Mahisagar: 75 વર્ષે દાદા સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરી લાવ્યા લાડી, લગ્નમાં જોડાયું આખુંય ગામ

Read More

Trending Video