Kolkata Rape Murder Case: કોલકત્તામાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો (Kolkata doctor Rape Murder Cas) મામલો દેશભરમાં ચર્ચાનો વિષય છે.આ મામલે દેશભરના તબીબો વિરોધ કરી રહ્યા છે.ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને સખત ઠપકો આપ્યો હતો.
કોલકત્તા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી છે કારણ કે દુષ્કર્મ અને હત્યા સિવાય આ સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષાનો મામલો છે. અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને સુનાવણી કરીશું, અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. કોર્ટે વધુમાં કહ્યું કે અમે આ વાત હાઈકોર્ટ પર છોડીશું નહીં. આ એક રાષ્ટ્રીય હિતની બાબત છે. અમે કોર્ટની દેખરેખ હેઠળ ડોકટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમામ ડોકટરો ભાગ લેશે. CJIએ કોર્ટની દેખરેખ હેઠળ 8 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવવાનો આદેશ આપ્યો છે.
તબીબોને સુપ્રિમ કોર્ટે કામ પર પાછા ફરવાની અપીલ કરી
સર્વોચ્ચ અદાલતે તમામ હડતાળ અને વિરોધ કરી રહેલા તબીબોને સુપ્રિમ કોર્ટે વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, જે ડોક્ટરો હડતાળ પર છે તેમણે સમજવું જોઈએ કે સમગ્ર દેશની આરોગ્ય વ્યવસ્થા તેમના નિયંત્રણ હેઠળ છે. અમે તમને કામ પર પાછા ફરવાની અપીલ કરીએ છીએ. કોર્ટે વધુમાં કહ્યું કે, તમે અમારા પર વિશ્વાસ કરો, અમે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં બેઠા છીએ.
22 ઓગસ્ટ સુધીમાં ટાસ્ક સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો
સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી 22 ઓગસ્ટ સુધીમાં ટાસ્ક સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે 10 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ની રચના કરી છે. આમાં મેડિકલ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેબિનેટ સચિવ સહિત કેન્દ્ર સરકારના અધિકારીઓને પણ વધારાના અધિકારીઓ તરીકે સામેલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.
ટાસ્ક ફોર્સમાં કોનો કોનો સમાવેશ કરાયો ?
નેશનલ ટાસ્ક ફોર્સના નિર્ણયને સરકારે પણ આવકાર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવર્તન બીજા બળાત્કારની રાહ જોઈ શકે નહીં. આવી સ્થિતિમાં તાત્કાલિક ટાસ્ક ફોર્સ તૈયાર કરવી જરૂરી છે. ટાસ્ક ફોર્સમાં ડૉ.ડી નાગેશ્વર રેડ્ડી, ડૉ. એમ શ્રીનિવાસ (ડિરેક્ટર એઈમ્સ દિલ્હી), ડૉ. પ્રતિમા મૂર્તિ, ડૉ.ગોવર્ધન દત્ત પુરી, ડૉ.સૌમિત્ર રાવત, પ્રો. અનિતા સક્સેના, પ્રો. પલ્લવી સરપે, ડો. પદ્મ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આ સિવાય ટાસ્ક ફોર્સમાં સરકાર તરફથી વધારાના સભ્યોમાં કેબિનેટ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનર્સના ચેરમેનનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને કોર્ટે આપ્યો ઠપકો
સુપ્રીમ કોર્ટે ટાસ્ક ફોર્સને ત્રણ અઠવાડિયામાં વચગાળાનો રિપોર્ટ અને બે મહિનામાં અંતિમ રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને FIR દાખલ કરવામાં મોડું કરવા અને માતા-પિતાને લાશ બતાવવામાં વિલંબ કરવા બદલ સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે પૂછ્યું કે એફઆઈઆર મોડી કેમ દાખલ કરવામાં આવી. કોર્ટે ડિમોલિશનમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા જણાવ્યું છે.
આ પણ વાંચો : Digvijay Singh Corona Positive: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને થયો કોરોના, પોતે સોશિયલ મીડિયા પર આપી જાણકારી