Kolkata Rape Murder Case: મમતા બેનર્જીએ ફરીથી બોલાવી જુનિયર ડોક્ટર્સની મીટિંગ, આ શરતો પણ રાખવામાં આવી

September 16, 2024

Kolkata Rape Murder Case: ફરી એકવાર પશ્ચિમ બંગાળ સરકારે જુનિયર ડોક્ટરોને (junior doctors) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamta Banerjee) નિવાસ સ્થાને બેઠક માટે બોલાવ્યા છે. જુનિયર ડોકટરો મીટીંગના લાઈવ સ્ટ્રીમીંગની માંગ પર અડગ છે ત્યારે સીએમનું કહેવું છે કે આ મીટીંગ છેલ્લી વખત બોલાવવામાં આવી રહી છે. મીટિંગનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં થાય પરંતુ મીટિંગની મિનિટ્સ રેકોર્ડ કરવામાં આવશે. આવી સ્થિતિમાં વિરોધ કરી રહેલા ડોકટરો આ બેઠકમાં હાજરી આપે છે કે કેમ તે જોવું રહ્યું.

મમતા બેનર્જીનું વાતચીત માટેનું પાંચમુ અને અંતિમ આમંત્રણ

કોલકાતા રેપ કેસમાં ન્યાયની માંગ સાથે જુનિયર ડોકટરો એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છેસીએમ મમતાએ વિરોધને સમાપ્ત કરવા માટે વાતચીત માટે તેમને ઘણી વખત બોલાવ્યા હતા પરંતુ વિરોધ સમાપ્ત કરવા પર કોઈ સહમતિ બની શકી નહોતી. રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંથ દ્વારા સોમવારે એક ઇમેઇલ દ્વારા આની માહિતી આપવામાં આવી હતી, “આ પાંચમી અને છેલ્લી વખત છે જ્યારે અમે મીટિંગ કરી રહ્યા છીએ અને મીટિંગની કોઈ લાઇવ સ્ટ્રીમિંગ અથવા વિડિયોગ્રાફી કરવામાં આવશે નહીં.તેના બદલે, મીટિંગની મિનિટ્સ રેકોર્ડ કરવામાં આવશે અને બંને પક્ષો દ્વારા સહી કરવામાં આવશે. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગ સોમવારે સાંજે 5 વાગ્યે નક્કી કરવામાં આવી છે. ત્યારે વિરોધ કરી રહેલા ડોકટરોએ ઈ-મેલનો જવાબ આપતા કહ્યું કે તેઓ એકબીજા સાથે ચર્ચા કરશે અને પછી નક્કી કરશે કે તેઓ મીટિંગમાં હાજર રહેશે કે નહીં.

જુનિયર ડોક્ટરોએ કરી છે આ 5 માંગણીઓ

1- તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા પછી પુરાવાઓને “નષ્ટ” કરવા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેમને સજા થવી જોઈએ.

2- મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

3- કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમના રાજીનામાની માંગણી કરી.

4- આરોગ્ય કર્મચારીઓ માટે વધુ સારી સુરક્ષા વ્યવસ્થા થવી જોઈએ.

5- સરકારી આરોગ્ય સંસ્થાઓમાં “ધમકાવવાની સંસ્કૃતિ” નાબૂદ થવી જોઈએ.

આ પણ વાંચો :  PM મોદીએ ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી, મુસાફરી માણી મજા

Read More

Trending Video