Kolkata rape-murder case: કોર્ટે આરોપી સંજય રોયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો, લોકોએ કરી ફાંસીની માંગ

August 23, 2024

Kolkata rape-murder case: કોલકત્તા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસના (Kolkata rape-murder case) મુખ્ય આરોપી સંજય રોયને (Sanjay Roy)  સિયાલદહ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આ સિવાય કોર્ટે આરોપી સંજય રોયના એક દિવસના રિમાન્ડ CBIને આપ્યા છે. કોલકાતા સહિત સમગ્ર દેશમાં આ બળાત્કાર અને હત્યા સામે ડોક્ટરો અને લોકોમાં ભારે રોષ છે. કોલકાતામાં જુનિયર ડોકટરોની હડતાળના કારણે 15 દિવસથી નોન-ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત છે.  ગુસ્સે ભરાયેલા લોકોએ સિયાલદહ કોર્ટમાં આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

સંજય રોયે પોતાનો ગુનો સ્વીકારી લીધો

કોલકત્તાની ટ્રેઇની ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સિયાલદાહની વિશેષ અદાલતે મુખ્ય આરોપી સંજય રોયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. સંજય રોય 6 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. બળાત્કાર-હત્યા કેસમાં સંજય રોયે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. અગાઉ સીબીઆઈની તપાસમાં સામે આવ્યું હતું કે સંજયને અશ્લીલ ફિલ્મો જોવાની અને દારૂ પીવાની લત હતી.

અત્યાર સુધીમાં 73 લોકોની પૂછપરછ

તમને જણાવી દઈએ કે સીબીઆઈએ એક ટ્રેઈની ડોક્ટરના રેપ-મર્ડર કેસમાં અત્યાર સુધીમાં 73 લોકોની પૂછપરછ કરી છે. દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલને ટ્રેઇની ડોક્ટર રેપ મર્ડર કેસમાંથી ખસી જવાની સલાહ આપી છે. અધિરે કહ્યું, ‘હું વિનંતી કરીશ કે તેઓ કેસમાંથી દૂર રહે. ગુનેગારોનો સાથ ન લેવો તે વધુ સારું છે. કારણ કે તેઓ એક સમયે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હતા. હજુ પણ રાજ્યસભાના સાંસદ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે કેસમાંથી ખસી જવું જોઈએ, આ મારી તમને વિનંતી છે.

પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ થશે

આ સિવાય સિયાલદહ કોર્ટે સીબીઆઈને મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં મેડિકલ કોલેજના પૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ કોલકાતા હાઈકોર્ટમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ ED તપાસની માંગ કરી છે. તેઓનો આરોપ છે કે ઘોષના કાર્યકાળ દરમિયાન ઘણી નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. આ સંદર્ભમાં હવે સંદીપ ઘોષ સાથે પણ આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  PM Modi Ukraine Visit: યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky સાથે ખભા પર હાથ રાખીને વાત કરતા જોવા મળ્યા PM Modi

Read More

Trending Video