Kolkata Doctor Rape-Murder Case: પશ્ચિમ બંગાળમાં એન્ટી રેપ બિલ લાવવા છતાં વિદ્યાર્થીઓ મમતા સરકારથી કેમ છે નારાજ ? આજે ફરી ડોક્ટરો કરશે વિરોધ પ્રદર્શન

September 4, 2024

Kolkata Doctor Rape-Murder Case: કોલકત્તા રેપ કેસ (Kolkata rape case) બાદ મમતા બેનર્જીએ (Mamata Banerjee) બળાત્કારને લઈને કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે બંગાળ સરકારે મંગળવારે અપરાજિતા વુમન એન્ડ ચાઈલ્ડ બિલને મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં બળાત્કાર અને પીડિતાના મૃત્યુને લગતા ગુનાઓ માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે, આ બિલ આવ્યાં બાદ પણ  તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે.હવે ફરી એકવાર દિલ્હીમાં આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલમાં ડોક્ટરોએ હડતાળનું એલાન આપ્યું છે. મળતી માહીતી પ્રમાણે ડૉક્ટરો સાંજે 4 વાગ્યાથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ કેસમાં ઝડપી ન્યાયની માંગ કરશે. આમ કહી શકાય કે, બંગાળ સરકાર સામે હજુ પણ વિદ્યાર્થીઓનો રોષ શમ્યો નથી.

બંગાળ સરકાર સામે હજુ પણ વિદ્યાર્થીઓનો રોષ શમ્યો નથી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા ની હૉસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ પ્રદર્શન હજુ ચાલુ છે. ફરી એકવાર દિલ્હીમાં આ ઘટનાના વિરોધમાં ડોક્ટરોએ હડતાળનું એલાન આપ્યું છે. અહેવાલો અનુસાર, ડૉક્ટરો સાંજે 4 વાગ્યાથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ કેસમાં ઝડપી ન્યાયની માંગ કરશે. આ દરમિયાન, મમતા સરકારનું નવું બળાત્કાર વિરોધી બિલ પણ મંગળવારે વિધાનસભામાં પસાર થયું હતું, જેમાં બળાત્કાર સંબંધિત કાયદાઓને વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ છે. જો કે હજુ પણ વિદ્યાર્થીઓનો રોષ શમ્યો નથી.

આજે રાત્રે મીણબત્તી પ્રગટાવીને કરાશે વિરોધ

કોલકત્તા રેપ કેસને લઈને દેશના ઘણા વિસ્તારોમાં તેમજ સમગ્ર પશ્ચિમ બંગાળમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ મમતા સરકારના બિલથી સંતુષ્ટ નથી અને તેથી જ તેઓ આજે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી મીણબત્તીઓ પ્રગટાવીને તાલીમાર્થી ડોક્ટર સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધ સામે વિરોધ કરશે. મેડિકલ કોલેજે વિદ્યાર્થીઓને ઘરની લાઇટ બંધ કરીને અને મીણબત્તીઓ પકડીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે. વિદ્યાર્થીઓની માંગ છે કે આ કેસના તમામ આરોપીઓને વહેલી તકે પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે.

આરોપીને ફાંસીની સજા આપવાની ઉઠી માંગ

તમને જણાવી દઈએ કે કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો ચર્ચામાં છે. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દેશના ઘણા ભાગોમાંથી એવી માંગ ઉઠી રહી છે કે તેને ફાંસી આપવામાં આવે અને અન્ય ગુનેગારોની પણ ધરપકડ કરવામાં આવે. આ દરમિયાન, મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળાત્કારના કેસમાં મૃત્યુદંડની સજા આપવા માટે વિધાનસભામાં નવું બિલ પસાર કર્યું. આ બિલમાં બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. અપરાજિતા એક્ટ 2024 નામના આ બિલ હેઠળ રેપ કેસની તપાસ 21 દિવસમાં પૂરી કરવાની રહેશે.

અપરાજિતા એક્ટ 2024માં શું છે?

અપરાજિતા એક્ટ 2024 દ્વારા, બંગાળમાં એક ‘અપરાજિતા ટાસ્ક ફોર્સ’ની રચના કરવામાં આવશે જે 21 દિવસમાં બળાત્કાર અને સંબંધિત કેસોની તપાસ પૂર્ણ કરશે અને આરોપીઓને સજા કરશે. ટાસ્ક ફોર્સની આગેવાની એસપી રેન્કના અધિકારી કરશે. જો કોઈ પણ સંજોગોમાં ટાસ્ક ફોર્સ 21 દિવસની અંદર તપાસ પૂરી ન કરી શકે તો એસપીએ તેનું કારણ જણાવવું પડશે. જો કારણ સાચું હશે તો ટાસ્ક ફોર્સને તપાસ પૂર્ણ કરવા માટે વધુમાં વધુ 15 દિવસનો સમય મળશે. મતલબ કે કોઈ પણ સંજોગોમાં રેપ કેસની તપાસ 36 દિવસમાં પૂરી થઈ જશે.

આ પણ વાંચો : નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ

Read More

Trending Video