Kolkata Doctor Rape Murder Case: કોલકત્તામાં (Kolkata) એક ટ્રેઇની ડોક્ટર (Trainee Doctor) સાથે થયેલી ક્રૂરતાથી આખો દેશ હચમચી ગયો છે. અહીં આરજી કર મેડિકલ કોલેજની (RG CAR MEDICAL COLLEGE) ડોક્ટર પર માત્ર દુષ્કર્મ જ નહીં પરંતુ ગેંગરેપની પણ શક્યતા છે. 31 વર્ષીય મૃતકના પરિવારજનોએ હાઈકોર્ટમાં કહ્યુ કે, પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પરથી તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામા આવ્યું હોવાની શક્યતા છે. આ અરજીમાં જણાવ્યું હતું કે તેમની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે બીજી તરફ આ મામલે રાજકારણ પણ ખુબ ગરમાયું છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રાહુલ ગાંધીએ આ અંગે તેમણે પશ્ચિમ બંગાળ પ્રશાસન પર સવાલો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કોલકત્તા રેપ-મર્ડર કેસ મામલે તંત્ર સામે ઉઠાવ્યા સવાલ
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, કોલકત્તામાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. તેની સામે જે રીતે ક્રૂર અને અમાનવીય કૃત્યોના સ્તર પછી સ્તર બહાર આવી રહ્યા છે, તે રીતે ડૉક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.”પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ અમને વિચારવા મજબૂર કરી દીધા છે કે જો મેડિકલ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી. કોલેજ.” તો માતા-પિતાને તેમની દીકરીઓને ભણવા માટે બહાર મોકલવામાં શું ભરોસો હોવો જોઈએ? નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?”
कोलकाता में जूनियर डॉक्टर के साथ हुई रेप और मर्डर की वीभत्स घटना से पूरा देश स्तब्ध है। उसके साथ हुए क्रूर और अमानवीय कृत्य की परत दर परत जिस तरह खुल कर सामने आ रही है, उससे डॉक्टर्स कम्युनिटी और महिलाओं के बीच असुरक्षा का माहौल है।
पीड़िता को न्याय दिलाने की जगह आरोपियों को…
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2024
દેશમાં મહિલાઓ સાથે થયેલ ઘટનાઓનો કર્યો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ દેશના અલગ-અલગ ભાગોમાં મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકત્તા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર, દરેક પક્ષ, દરેક વર્ગે ગંભીર ચર્ચા કરવા અને નક્કર પગલાં લેવા માટે એકસાથે આવવું પડશે. હું આ અસહ્ય દુઃખમાં પીડિતાના પરિવારની સાથે છું. તેઓ દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણ તરીકે સ્થાપિત થાય.
પરિવારે સામૂહિક દુષ્કર્મની શંકા કરી છે વ્યક્ત
ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે આ કેસમાં આરોપી સંજય રોયની ધરપકડ કરી છે. તેસ્વયંસેવક તરીકે જોડાયો હતો અને ઘણીવાર હોસ્પિટલની મુલાકાત લેતો હતો. માતા-પિતાએ હાઈકોર્ટને જણાવ્યું કે, હજુ સુધી આ કેસમાં અન્ય કોઈ ગુનેગારને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે તેની પુત્રી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. કોઈ એક વ્યક્તિ આવો ગુનો કરી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે હજુ સુધી કોલેજના પ્રિન્સિપાલ અને બેદરકારી દાખવનાર અન્ય સંબંધિત લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાઈકોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો
મંગળવારે આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પહેલાથી જ કેસ સીબીઆઈને સોંપી દીધો હતો. બેન્ચે કહ્યું કે આ મામલે બેદરકારી સહન કરી શકાય નહીં અને જો વિલંબ થશે તો પુરાવાનો નાશ પણ થઈ શકે છે. આ સિવાય બેન્ચે પ્રિન્સિપાલને રાજીનામું આપ્યા બાદ અન્ય હોસ્પિટલમાં મોકલવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમને લાંબી રજા પર જવા કહ્યું હતું.
આ પણ વાંચો : Gujarat police bharti 2024: પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત