Kolkata Doctor Rape Murder Case: કોલકત્તા ડોક્ટર રેપ-મર્ડર પર આજે SCમાં સુનાવણી, આરજી મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે FIR નોંધાઈ

August 20, 2024

Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં (Kolkata) તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાનો (a Doctor Rape Murder Case) મામલો ગરમાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ મામલે સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.   ત્યારે આજે સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની છે.

કોલકત્તા ડોક્ટર રેપ-મર્ડર પર આજે SCમાં સુનાવણી

કોલકત્તામાં 31 વર્ષની તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ આજે આ કેસની સુનાવણી કરશે. SCએ આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી છે.

સુપ્રીમ કોર્ટ ન્યાયિક તપાસનો  આપી શકે છે આદેશ

કોલકત્તામાં વિરોધ કરી રહેલા તબીબોએ આજે ​​સ્વાસ્થ્ય ભવન તરફ કૂચ કરવાની હાકલ કરી છે. દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો, ખાસ કરીને ડોકટરો અને તેમની સુરક્ષા અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ ન્યાયિક તપાસનો આદેશ આપી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ નક્કર ઉકેલ આવ્યા બાદ ડૉક્ટરો પણ તેમની હડતાળ પાછી ખેંચી શકે છે.

બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ દિલ્હી પહોંચ્યા

બીજી તરફ ડૉક્ટરોના વિરોધને કારણે પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. દેશભરમાં ડોક્ટરોના સંગઠનો વિરોધ કરી રહ્યા છે. અહીં બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ત્યાર બાદ તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી શકે છે.

પૂર્વ પ્રિન્સિપાલની અત્યાર સુધી 53 કલાક પૂછપરછ થઈ હતી

તપાસ એજન્સી આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સતત પૂછપરછ કરી રહી છે. સોમવારે CBIએ ડૉ.ઘોષની 13 કલાક સુધી પૂછપરછ કરી. CBIની ટીમ મંગળવારે એટલે કે પાંચમા દિવસે સંદીપ ઘોષની ફરી પૂછપરછ કરી શકે છે. છેલ્લા 4 દિવસમાં સંદીપ ઘોષની 53 કલાક પૂછપરછ કરવામાં આવી છે. સંદીપ ઘોષને સીબીઆઈની તપાસમાં મહત્વની કડી માનવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલની ભૂમિકા અને હોસ્પિટલ સંબંધિત તમામ પાત્રો પર સવાલ-જવાબ ઉઠી રહ્યા છે.

 આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે

સાથે જ હવે આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. સીબીઆઈને કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ છે. પોલીગ્રાફી ટેસ્ટથી ખબર પડશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. તપાસ એજન્સીએ આરોપીનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવ્યું છે.સીબીઆઈ પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષનો પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.

ભૂતપૂર્વ આચાર્ય સામે નાણાકીય ગેરરીતિનો કેસ નોંધાયો

RGKar મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ તાલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય વિભાગના વરિષ્ઠ વિશેષ સચિવ દેબલ કુમાર ઘોષે લેખિત ફરિયાદ દ્વારા સંદીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.કોલકત્તા પોલીસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, કલમ 120B અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો :  Rajiv Gandhi Jayanti:રાહુલ ગાંધી રાજીવ ગાંધીની 80 મી જન્મજયંતિ પર ‘વીર ભૂમિ’ પહોંચ્યા, પિતાને આપી શ્રદ્ધાંજલિ

Read More

Trending Video