‘તેઓ મને પૈસા આપતા હતા, સાદા કાગળ પર સહી કરવાનું કહ્યુ હતું…’ કોલકત્તા ડોક્ટર રેપ અને મર્ડર કેસમાં પીડિતાના પિતાના પોલીસ પર ગંભીર આક્ષેપ

September 5, 2024

Kolkata Doctor Rape-Murder Case : કોલકત્તાની (Kolkata) આરજી કર મેડિકલ હોસ્પિટલમાં (RG Kar Medical Hospital) મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં વિરોધ પ્રદર્શન (protest) ચાલુ છે. આ ઘટનાના વિરોધમાં ગઈકાલે એટલે કે બુધવારે મોડી સાંજે કોલકાતામાં એક અનોખું અને શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું. અહીં લોકો રાત્રે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી એક કલાક માટે તેમના ઘરની લાઈટો બંધ કરી દીધી હતી અને મીણબત્તીઓ સળગાવીને રસ્તાઓ પર આવી ગયા હતા.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે આપ્યું સમર્થન

આટલું જ નહીં, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ આ વિરોધને સમર્થન આપ્યું હતું અને રાજભવનની લાઇટો થોડા સમય માટે બંધ કરી દીધી હતી અને આ લોકોની સાથે સુકાંત મજુમદાર અને અગ્નિમિત્ર પાલ સહિતના ભાજપના નેતાઓએ પણ વિરોધ રેલીમાં ભાગ લીધો હતો. દરમિયાન મીણબત્તીઓ પકડીને આ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું.

ટ્રેઇની ડૉક્ટરના પિતાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપો

કોલકત્તાની આરજી કર રેપ અને હત્યા પીડિતાના માતા-પિતાએ પહેલીવાર પોલીસના વલણ પર ખુલ્લેઆમ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમને કોલકત્તા પોલીસના ડીસી નોર્થે તેમને પૈસા આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ ડીસી સેન્ટ્રલ આ મામલે દરરોજ ખોટું બોલી રહ્યા હોવાનું પણ જણાવ્યું છે. આ દરમિયાન, પીડિતાના કાકાએ જણાવ્યું હતું કે તેઓએ અમને સફેદ કાગળ પર સહી કરવાનું કહ્યું, પરંતુ અમે ના પાડી. અમે કાગળો ફાડી નાખ્યા.

પરિવારે ઉઠાવ્યા સવાલો

મહત્ત્વનું છે કે કોલકત્તાની આ ઘટનાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નક્કર ખુલાસો થયો નથી. ત્યારે પીડિતાના પિતાનો આરોપ છે કે તેમની પુત્રીનું આ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. અમે ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને.  આ દરમિયાન  તેમને સવાલો ઉઠાવ્યા હતા કે, સવારે 11 વાગ્યે તેઓએ મને કહ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે. તેને જોવામાં અમને 3 કલાક લાગ્યા, અમે પોલીસને તેને જોવાની વિનંતી કરી ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં કેમ વિલંબ થયો? પીડિતાના પિતાએ જણાવ્યું કે, મેં 6.40 થી 7 વાગ્યા સુધી FIR નોંધાવી, તેમણે FIR મોડી કેમ નોંધી? શા માટે તેઓએ અકુદરતી મૃત્યુની નોંધણી કરી? આમ પોલીસે પણ તેમના પર દબાણ કર્યુ હોવાનો પીડિતાના પિતાએ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો :  Vadodara: ગણેશ પંડાલ બાંધતા સમયે એકસાથે 15 યુવાનોને કરંટ લાગ્યો, એકનું ઘટનાસ્થળે મોત

Read More

Trending Video