Kolkata Doctor Rape Case: પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જને લઈને હોબાળો, ભાજપ દ્વારા આવતી કાલે બંગાળ બંધનું એલાન

August 27, 2024

Kolkata Doctor Rape Case: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં (Kolkata) મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને ઘાતકી હત્યાના (Doctor Rape Case) મામલામાંવિરોધ વધી રહ્યો છે. મંગળવારે વિદ્યાર્થી સંગઠનોએ આ ઘટનાના વિરોધમાં નબન્ના માર્ચનું આયોજન કર્યું હતું, આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.  આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.  ત્યારે ભાજપ દ્વારા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આવતીકાલે કોલકાતા બંધનું એલાન કર્યું છે.  ભારતીય જનતા પાર્ટીએ (BJP) માહિતી આપી છે કે આ બંધ 12 કલાક માટે રહેશે.

નબન્ના માર્ચપર લાઠીચાર્જ

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા કેસના સંદર્ભમાં વિરોધીઓએ ‘નબન્ના અભિયાન’ માર્ચ કાઢી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. દેખાવકારો પોલીસ બેરિકેડ પર ચઢી ગયા હતા અને બેરિકેડ તોડી નાખ્યા હતા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. પોલીસે દેખાવકારો પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.

બંધ દરમિયાન શું બંધ રહેશે?

બંગાળ બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, બંગાળ બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. વિરોધીઓ બસ અને રેલ્વે જેવી પરિવહન સુવિધાઓને ખોરવી શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ થઈ શકે છે.

બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે?

ભાજપ દ્વારા અપાયેલા બંધ દરમિયાન હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. બેંક ઓફિસ અને સરકારી ઓફિસો બંધ રાખવા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ આદેશ આવ્યો નથી. તેથી, એવું માનવામાં આવે છે કે બુધવારે બેંકો અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.

જેપી નડ્ડાએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. જેપી નડ્ડાએ કહ્યું કે કોલકાતામાંથી પોલીસની મનમાનીની તસવીરોએ લોકતાંત્રિક સિદ્ધાંતોને મહત્વ આપનારા દરેકને નારાજ કર્યા છે. દીદીના પશ્ચિમ બંગાળમાં, બળાત્કારીઓ અને ગુનેગારોને મદદ કરવી મૂલ્યવાન છે પરંતુ મહિલાઓની સુરક્ષા માટે બોલવું એ ગુનો છે.

શું છે આંદોલનકારીઓની માંગ?

આ મહિનાની શરૂઆતમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના પગલે વિરોધીઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે કહ્યું કે, “અમને સામાન્ય હડતાળ બોલાવવાની ફરજ પડી છે કારણ કે આ નિરંકુશ શાસન એવા લોકોના અવાજને અવગણી રહ્યું છે જેઓ મૃત ડૉક્ટર બહેન માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.” ન્યાયને બદલે, મમતા બેનર્જીની પોલીસ રાજ્યના શાંતિપ્રેમી લોકો સાથે ક્રૂર વર્તન કરી રહી છે, જેઓ માત્ર મહિલાઓ માટે સલામત વાતાવરણ ઇચ્છે છે.

આ પણ વાંચો : Amreli : અમરેલીમાં અવિરત વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Read More

Trending Video