Kolkata Doctor Rape Case: કોલકત્તા કાંડ મામલે હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરુ કરી પદયાત્રા

August 16, 2024

Kolkata Doctor Rape Case: કોલકત્તામાં (Kolkata) એક મહિલા ડોક્ટર (Doctor) સાથે કરવામાં આવેલી નિર્દયતાથી ડોક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો છે. દિલ્હીથી લઈને પશ્ચિમ બંગાળ (West Bengal) સુધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે વિરોધ માર્ચ શરૂ કરી છે.

ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો ગરમાયો

કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 31 વર્ષીય ટ્રેઇની ડૉક્ટર સાથે દુષ્કર્મ  અને હત્યાનો મામલો સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ મામલો વધુ પેચીદો બન્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19ની ધરપકડ કરવામાં આવી છે.સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 17 ઓગસ્ટથી આગામી 24 કલાક માટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

ભાજપે મમતા બેનર્જી પર કર્યા પ્રહાર

આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ છે. એટલું જ નહીં પરંતુ કેટલાક નેતાઓએ મમતા સરકારને હટાવવા અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. ટીએમસીનું કહેવું છે કે ભાજપ આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઘટના મામલે મમતા બેનર્જીનું નિવેદન

ત્યારે બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ કહયું હતુ કે, કેટલાક રાજકીય લોકો બંગાળમાં અશાંતિ ફેલાવવા માંગે છે. આ હિંસા પાછળ એક ષડયંત્ર છે . આ ઘટના દુઃખદ, પરેશાન કરનારી છે. બધા ઉન્નાવમાં ક્યારેક આવી ઘટનાઓ બને છે તેની વિગતો આપવામાં આવી છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “ગઈકાલે આરજી કારમાં જે નુકસાન થયું છે, જેઓએ આ તાંડવ કર્યું તે આરજી કારના વિદ્યાર્થી આંદોલન સાથે સંકળાયેલા નથી, તેઓ બહારના લોકો છે. મેં જોયેલા તમામ વીડિયોમાં છે. તેઓના હાથમાં રાષ્ટ્રધ્વજ છે અને કેટલાક લોકોના હાથમાં સફેદ ઝંડા છે, પરંતુ હું તેમનો આભાર માનું છું કે તેઓ ધીરજ ગુમાવતા નથી કેસ અમારા હાથમાં નથી, તમારે કંઈક કહેવું હોય તો સીબીઆઈને કહો, અમને કોઈ વાંધો નથી. વધુમાં તેમણે કહ્યું હતુ કે, “આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, અમે હજી પણ કહીએ છીએ કે ફાંસી થવી જોઈએ.

TMC કાર્યકર્તાઓએ 48 કલાકમાં ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી હતી

ટીએમસી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા,  ટીએમસીએ દુષ્કર્મીને ફાંસીની સજાની માંગ કરી છે. પાર્ટીએ સીબીઆઈને આગામી 48 કલાકમાં રવિવાર સુધીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી છે.

હોસ્પિટલમાં તોડફોડ મામલે 25 આરોપીઓની ધરપકડ

આ પહેલા બુધવારે રાત્રે 40 થી 50 લોકોનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે આ હુમલો સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ કોલકાતા પોલીસે આ દાવાઓને નકારી કાઢ્યા હતા. પોલીસે કહ્યું હતુ કે, બુધવારે મધ્યરાત્રિએ આરજી કાર હોસ્પિટલમાં થયેલી તોડફોડના સંબંધમાં અત્યાર સુધીમાં અમે 25 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પછી, અમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપીઓની તસવીરો શેર કરી હતી, આ પોસ્ટ પર નેટીઝન્સે વધુ ચાર શંકાસ્પદોની ઓળખ કરી છે. બાકીના શકમંદોની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો :  National Film Awards :શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર માનસી પારેખ વિશે જાણો

Read More

Trending Video