Kolkata Doctor Case :કોલકતા દુષ્કર્મ-હત્યા કેસના ગુજરાતમાં પડઘા, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

August 16, 2024

Kolkata Doctor Case : કોલકત્તામાં (Kolkata) આર.જી. મેડિકલ કોલેજમાં (R.G. Medical College) તાલિમાર્થી મહિલા ડોક્ટર (doctors) પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ મામલે કોલકત્તામાં અરાજકતા છે. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલ રેપ અને હત્યા બાદ લોકોમાં ગુસ્સો છે.ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે.

આજે સરકારી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ

આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે.રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હળતાળ પર ઉતરતા OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જો કે ડોક્ટરોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટરોએ કડક ન્યાય અને કડક પગલાંની માગણી કરી છે. . જ્યા સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવાનું જણાવ્યું છે. આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 400 જેટલાં તબીબો હડતાળ પર ઉતર્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનો મોટો નિર્ણય

આ ઘટના મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિર્ણય લીધો છે કે, તેઓ 24 કલાક હડતાળ પાડશે, દેશભરના ડોક્ટર શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાળ કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં આ નિર્ણય લીધો છે. જો કે, ર્દીઓને હાલાકી ન પડે તેના માટે ઇમરર્જન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવા ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : આજે પૂર્વ વડાપ્રધાન Atal Bihari Vajpayee ની છઠ્ઠી પુણ્યતિથિ, PM મોદી સહિત આ નેતાઓએ ‘સદૈવ અટલ’ ખાતે આપી શ્રદ્ધાંજલિ

Read More

Trending Video