Kolkata Death Case : કોલકાતા રેપ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ઘટનાની રાત્રે આરોપી સંજય રોયે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે કોલકાતા “કમિશનર ઓફ પોલીસ”ના નામે નોંધાયેલ છે. સીબીઆઈએ બે દિવસ પહેલા આરોપીની બાઇક જપ્ત કરી હતી. સીબીઆઈ અનુસાર, આરોપી સંજય રોયની આ બાઈક વર્ષ 2024 મેમાં રજીસ્ટર કરવામાં આવી હતી. આરોપીએ પોલીસના નામે નોંધાયેલી બાઇક પર નશાની હાલતમાં 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
આ માહિતી સામે આવ્યા બાદ એવું લાગે છે કે આ કેસના મુખ્ય આરોપી સંજય રોય અને પોલીસ કોઈને કોઈ રીતે જોડાયેલા છે અને આ પુરાવા સીબીઆઈના હાથમાં આવી ગયા છે. આ એ જ બાઇક છે જે CBI દ્વારા જપ્ત કરવામાં આવી છે જે ઘટનાની રાત્રે આરોપી નશાની હાલતમાં ચલાવી રહ્યો હતો. આરોપીએ ઘટનાની રાત્રે આ બાઇક પર 15 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.
સીબીઆઈ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીબીઆઈ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેને આ બાઇક ક્યાંથી મળી છે. આ બાઇક તેની હતી કે અન્ય કોઈની? જેમાં સીબીઆઈને મળેલી માહિતીમાં ખુલાસો થયો છે કે આ બાઇક કોલકાતા પોલીસ કમિશનરના નામે નોંધાયેલ છે. હવે સીબીઆઈ એ શોધી રહી છે કે આરોપીને આ બાઇક ક્યાંથી મળી, કારણ કે સિવિક વોલન્ટિયર હોવાને કારણે તેને પોલીસના નામે નોંધાયેલી બાઇક ચલાવવાનો કોઈ અધિકાર નહોતો.
આ પણ વાંચો : Gujarat Red Alert : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે