Kinjal Dave : કિંજલ દવેને હજુ ‘ચાર-ચાર બંગડી’ વાળું ગીત ગાવા માટે જોવી પડશે રાહ, ગુજરાત હાઇકોર્ટે સ્ટેની મુદ્દત વધારી

March 6, 2024

Kinjal Dave : ગુજરાતના જાણીતા સિંગર અને ચાર ચાર બંગડીવાળા ગીતથી પ્રખ્યાત થયેલા કિંજલ દવે (Kinjal Dave) ના વિવાદમાં વધારો થયો છે. કિંજલ દવેના ગીત પર ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સ્ટે લંબાવ્યો છે. હવે કિંજલ દવે 26 માર્ચ સુધી આ ગીત ગાઈ શકશે નહિ. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટ (Sessions Court) નાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી હતી.

સિવિલ કોર્ટના ચુકાદાને કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો

ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર નહોતા કરી શક્યા નહતા અને કિંજલ દવે એ કેસ જીતી ગઈ હતી.

એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.

આ પણ વાંચોLoksabha Election 2024 : અમરેલીના રાજુલામાં ભાજપનો ભરતી મેળો, મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા ભાજપમાં

Read More

Trending Video