Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ હવે રાજ્ય સરકારની 7 હોસ્પિટલ પર એક્શન, 4 ડોક્ટરોને કરાયા સસ્પેન્ડ

November 19, 2024

Khyati Hospital Scam : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં સરકારી સહાયના નામે ચાલતા ગોરખધંધાઓ છતા થયા હતા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ (Khyati Hospital Scam)માં રોજ નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડમાંથી કરોડો રૂપિયા ખંખેર્યા અને તેમના કારણે નિર્દોષ લોકોના જીવ પણ ગયા. આ કાંડ બહાર આવ્યા બાદ સરકાર રહી રહીને જાગી છે. જેના પર હવે સરકારે એક્શન લેવાનું શરુ કર્યું છે. રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. તો સાથે જ ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital Scam)માં થયેલ કૌભાંડના ખુલાસાઓ બાદ આરોગ્ય વિભાગ પર સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. જેના કારણે હવે અચાનક આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં રાજ્યની સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. અને તેની સાથે જ ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ હોસ્પિટલોમાં અમદાવાદની 3, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સાથે જ ચાર ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ડો. પ્રશાંત વઝિરાણી, ડો.હિરેન મશરૂ, ડો.કેતન કાલરીયા અને ડો.મિહિર શાહ છે. ત્યારે હજુ ઘણી એવી હોસ્પિટલ છે જેમાં સરકારી સહાયના નામે કૌભાંડો આચરવામાં આવે છે. અને ડોક્ટર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેમના પર ક્યારે એક્શન લેવામાં આવે છે તે તો જોવાનું રહ્યું.

Khyati Hospital Scam

આ પણ વાંચોHoroscope: કોની પર રહેશે ગણેશજીની કૃપા, જાણો તમારું રાશિફળ

Read More

Trending Video