Khodaldham દ્વારા નવનિયુક્ત લેઉવા પાટીદાર મંત્રીઓનો સન્માન કાર્યક્રમ, નરેશ પટેલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત

December 7, 2025

Khodaldham : ગુજરાતમાં કોઈ પણ મોટા રાજકીય નિર્ણય લેવામાં આવે તો તેમાં ખોડલધામનું ખુબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના કાગવડ ખાતે આવેલી ખોડલધામ સંસ્થા એ લેઉવા પાટીદારોનો ગઢ છે. અને આજે ખોડલધામ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. જ્યાં સંસ્થાના ચેરમેન નરેશ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં લેઉવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. સાથે જ આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, વિવિધ કન્વીનરો અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજરી આપવા પહોંચ્યા છે.

ખોડલધામ દ્વારા આ લોકોનું સન્માન કરવામાં આવ્યું

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોGoa માં નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, 25 લોકોના મોતમાંથી 14 લોકો સ્ટાફના

Read More

Trending Video