Khodaldham : ગુજરાતમાં કોઈ પણ મોટા રાજકીય નિર્ણય લેવામાં આવે તો તેમાં ખોડલધામનું ખુબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના કાગવડ ખાતે આવેલી ખોડલધામ સંસ્થા એ લેઉવા પાટીદારોનો ગઢ છે. અને આજે ખોડલધામ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જ કાર્યક્રમમાં જયેશ રાદડિયા પણ પહોંચ્યા હતા. વર્ષોથી સૌ કોઈ જાણે છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અને આજે કદાચ આ શીતયુધ્ધનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજના કાર્યક્રમમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ એકબીજાને ગળે મળતાં જોવા મળ્યા હતા. એકબીજાને ભેટ્યા બાદ વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. ત્યારે હવે કદાચ આ શીતયુધ્ધનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને બંને વચ્ચે સુખદ સમાધાન થયું છે. આ બધા વચ્ચે આગામી ચૂંટણીમાં આ બંને નેતાઓના રાજકીય વર્ચસ્વનો લાભ ભાજપને થાય તો નવાઈ નહિ.
Khodaldham ખાતે ચેરમેન નરેશ પટેલ જયેશ રાદડિયાને ભેટી પડ્યા | Nirbhaynews #Khodaldham #kagvad #kagvaddham #nareshpatel #jayeshradadiya #Nirbhaynews pic.twitter.com/I5s1IMenKV
— Nirbhaynews (@nirbhaynews1) December 7, 2025