Kheda Teacher : કપડવંજના ભૂતિયા શિક્ષકને વિદેશમાં જલસા કરવા પડ્યા મોંઘા, 7.90 લાખ રૂપિયા પગાર પરત આપવો પડ્યો

August 18, 2024

Kheda Teacher : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂતિયા શિક્ષકોના ભાંડા ફૂટી રહ્યા છે. સરકારે તો માત્ર બરતરફ કરી સંતોષ માની લીધો. પરંતુ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 15 શિક્ષકો રજા મુકીને વિદેશ ગયાનું બહાર આવતા ડીઈઓએ ચેકીંગ શરૂ કર્યુ છે. જેમાં કપડવંજની એમ.પી.મ્યુનિસિપલ હાઇસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષિકા છેલ્લા ઘણાં સમયથી ગેરહાજર હોવાનું ખૂલતા 7.90 લાખ રૂપિયા રજા પગાર પરત લેવામાં આવ્યો છે.

ખેડાના કપડવંજમાં આવેલ શેઠ. એમ.પી.મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં તપાસ કરાતાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા રૂપલ જે વાઘેલા એક વર્ષ જેટલા સમયથી ગેરહાજર હોવાની વિગતો બહાર આવી હતી. શિક્ષિકા જે તે સમયે બાળકની સારવાર માટે રજાની અરજી કરી રજા પર ગયા હતા. જોકે, રજા પૂર્ણ થયા બાદ પણ તે હાજર ન થયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બીજી તરફ આ અંગેની જાણ શિક્ષિકાને થતા તેમણે 7.90 લાખ રજા પગાર ચલણ સ્વરૂપે જમા કરાવ્યો છે. જિલ્લાના અન્ય શિક્ષકો સામે પણ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તપાસ દરમિયાન કોઈ શિક્ષકની શાળામાં રજા અથવા વધુ સમયથી ગેરહાજરી હશે તો તેવા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી છે. હવે આ મામલે બીજા ભૂતિયા શિક્ષકોના પગાર પરત લેવામાં આવશે કે નહિ તે તો જોવાનું રહ્યું.

આ પણ વાંચોVijay Rupani : દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની PM મોદી સાથે મુલાકાત, શું આ સંગઠનમાં નવા બદલાવના એંધાણ તો નથી ને ?

Read More

Trending Video