Kheda: નડિયાદના વસોમાં આધેડે ચાર બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી, પોલીસે કર્યા મોટા ખુલાસા

October 15, 2024

Kheda Rape Case: ગુજરાતમાં દુષ્કર્મની  ઘટનાઓ (Gujarat  Rape Case) અટકવાનું નામ જ નથી લઈ રહી. રોજ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે હવે લાગી રહ્યુ છે કે, ગુજરાત હવે યુપી બિહાર બની રહ્યુ છે. રાજ્યમાં, જસદણ, વડોદરા, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર બાદ હવે ખેડામાં દુષ્કર્મની ઘટના બનતા ચકચાર જાગી છે.ખેડા (Kheda) જિલ્લાના વસો (vaso) તાલુકાના વસો ગામમાં એક નરાધમ આધેડે એક વર્ષમાં ચાર બાળકીઓને પોતાના હવશની શિકાર બનાવી હોવાની વાત બહાર આવતા જિલ્લાભરમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી છે. જાણકારી મુજબ વિકૃત માનસિકતા ધરાવનાર 56 વર્ષિય આધેડે છેલ્લા એક વર્ષમાં ચોકલેટની લાલચ આપી એક બાદ એક 4 બાળકીને હવસનો શિકાર બનાવી હતી.નરાધમ પડોશી દ્વારા 8 થી 11 વર્ષની બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું આ 4 બાળકી પૈકી એક બાળકીની માતાને આ વાતની જાણ થતાં નરાધમ ચન્દ્રકાંતનો ભાંડો ફૂટ્યો હતો આ ચાર પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી છે.

નડિયાદના વસો પંથકમાં દુષ્કર્મની ચકચારી ઘટના

આ મામલે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં તેણે અલગ અલગ સમયે ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું છે. તેમજ એક બાળકીને અડપલા કર્યા હતા. એટલુ જ નહીં આ નરાધમે બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ગત રોજ આ નરાધમે બાળકીને અડપલા કરતા તેણીની માતાએ આ બાબતે પોલિસ ફરિયાદ નોંધાવતા સમગ્ર હકીકત સામે આવી હતી.ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા વસો પોલિસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા સાથે તેનો મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે.ત્યારે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, હેવાને દુષ્કર્મ આચર્યા બાદ અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો હતો. પોલીસે આ આરોપીનું નામ ચન્દ્રકાંત પટેલ જણાવ્યું છે. આ મામલે પોલીસ તપાસમાં આ ચન્દ્રકાંત પોતે એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટિંગનું કામ કરતો હોવાનુ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ, LCB, Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે પહોંચી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસે શું કહ્યું ?

આ સમગ્ર મામલે ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, વસો પોલિસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે આ ઘટનાનો આરોપી ચંદ્રકાંત પટેલ 56 વર્ષની ઉંમરવાળો છે અને તે વિકૃત માનસિકતા ધરાવે છે. આ મામલે ફરિયાદ પ્રમાણે પોતાના ગામની પડોશીની દીકરીઓ સાથે તેણે એક વર્ષમાં અલગ અલગ સમયે ખરાબ કૃત્ય કર્યું હતું.જોકે તેમના માતાને આ બાબતે જાણ થતા તેમણે ફરિયાદ દાખલ કરાવી છે આ મામલે પોક્સો અને બીએનએસ, આઈટી એક્ટની સંલગ્ન કલમોને આધારે ફરિયાદ દાખલ થઈ છે. તેમજ તાત્કાલિત આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસની તમામ ટીમ કામે લાગેલી છે. તેમજ એફએસએલની મદદ લઈ અલગ અલગ પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ દરવામાં આવી છે.તેમજ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સમગ્ર તપાસમાં કોઈ જ ચૂક ન રહી જાય અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનુ પણ એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat Rain Update: ગુજરાતના ખેડૂતો માટે આજનો દિવસ ભારે ! પવન સાથે ભારે વરસાદની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Read More

Trending Video