Kheda CM Visit : ગુજરાતમાં આ વખતે ભાજપ (BJP)ને 26 માંથી 26 સીટ મળી નથી. ગુજરાતમાં ચાલેલા વિરોધ અને આંદોલનની અસર ક્યાંક ભાજપના મત પર પડી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની ગુજરાત (Gujarat)માં જીત તો થઇ ગઈ પરંતુ તેમની સરકારના અધિકારીઓના ભ્રષ્ટાચાર (Corruption)ને કારણે બનેલી ઘટનાઓથી લોકોમાં હાલ રોષ છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનાથી સરકારને એ ખબર પડી ગઈ કે ક્યાંક હવે અમારાથી કચાશ રહી ગઈ છે, અમારાથી ભૂલ રહી ગઈ છે. જે રીતે તેમાં એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યા છે તેનાથી હવે સરકારના અધિકારીઓના કામકાજની પોળ પણ ખુલી રહી છે. ત્યારે આ બધું જોતા હવે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ખેડા (Kheda)ની પ્રાંત કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.
ખેડા પ્રાંત કચેરીની CM ભુપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝીટ
છેલ્લા કેટલાક દિવસથી જ્યારથી દિલ્હીમાં મોદી સરકાર બની ત્યારથી જ ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારમાં ફેરફાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં મુખ્યમંત્રી સહીત સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને અચાનક ઓફિસમાં જોઈને પ્રાંત કચેરીના સ્ટાફને પણ પરસેવો છૂટી ગયો હતો.
મુખ્યમંત્રીએ અચાનક પ્રાંત કચેરી પહોંચી અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. સાથે જ અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચે છે કે નહિ તે પણ જાણ્યું હતું. સાથે જ પ્રાંત કચેરીમાં કામગીરી બરોબર થાય છે કે નહિ તે માટે પણ સમીક્ષા કરી હતી. સાથે જ ખેડામાં જનસુવિધા અધિકારી લોકોના પ્રશ્નોના નિકાલ કાઢે છે કે નહિ તેની પણ ચકાસણી કરી હતી. વધુમાં ખેડાની પ્રાંત કચેરીમાં સ્વચ્છતાનું જાળવવામાં આવે છે કે નહિ તેની પણ સમીક્ષા કરી હતી. એટલે હવે કહી શકાય કે ભુપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : Kuwait Fire : કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહ પહોંચ્યા ભારત, કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું ભારતીય વાયુસેનાનું વિમાન