Canada માં વધુ એક પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા, NIAની વોન્ટેડ લીસ્ટમાં હતો સામેલ

કેનેડાના વિનીપેગમાં આરોપીએ સુખા દુન્નાકેને 15 ગોળી મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

September 21, 2023

કેનેડામાં (Canada) ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા (Killing of Hardeep Singh Nijjar) બાદ હવે બીજી મોટી ઘટના સામે આવી છે.  આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા બાદ ભારતીય ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની કેનેડામાં હત્યા (Sukha Dunnake murdered in Canada) કરવામાં આવી છે.

કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ  (PM Justin Trudeau) ભારત સરકાર પર લગાવેલા ગંભીર આરોપો દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યા છે. આ દરમિયાન કેનેડામાં અન્ય A કેટેગરીના પંજાબી ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની બુધવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

15 ગોળી મારી કરી હત્યા

મળતી માહિતી મુજબ, કેનેડાના વિનિપેગમાં (Winnipeg) આરોપીએ સુખા દુન્નાકેને 15 ગોળી મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 2017માં નકલી પાસપોર્ટ તૈયાર કરીને પંજાબથી (Punjab) કેનેડા ભાગી ગયેલો સુખા 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટરોની યાદીમાં સામેલ હતો, જેને NIAની પણ વોન્ટેડ લીસ્ટમાં સામેલ હતો. તમને જણાવી દઈએ કે, કેનેડામાં ખાલિસ્તાની નિજ્જર બાદ આ બીજી મોટી ઘટના છે.

જાણો સુખા દુન્નાકેની કર્મ કુંડળી

સુખા દુન્નાકે 2017માં પંજાબમાંથી નકલી પાસપોર્ટ તૈયાર કરીને કેનેડા ભાગી ગયો હતો. તેનો પુત્ર ગુરનૈબ સિંહ પંજાબના મોગાના દુન્નાકે કલાન ગામનો રહેવાસી છે. ગેંગસ્ટર સુખા દુન્નેકે ભારતના A શ્રેણીના ગેંગસ્ટરોમાંનો એક હતો. તે કેનેડા જતા પહેલા તે મોગા ડીસી ઓફિસમાં કામ કરતો હતો. 2017માં તેણે પોલીસની મદદથી દસ્તાવેજો બનાવ્યા, ત્યારબાદ તેણે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું અને પછી કેનેડા ભાગી ગયો. ત્યારે તેની સામે સાત ફોજદારી કેસ પેન્ડિંગ હતા. આ તમામ કેસ સ્થાનિક ગેંગની ગતિવિધિઓ સાથે સંબંધિત હતા.

ભારત-કેનેડાના સબંધોમાં ખટાશ કેમ આવી ?

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 18 જૂને કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. જે બાદ ભારત-કેનેડાના સંબંધો વધુ બગડ્યા હતા.

Read More

Trending Video