કેરળના એર્નાકુલમમાં સિરિયલ બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું છે.આ વિસ્ફોટો ત્યારે થયા જ્યારે બે હજાર લોકો પ્રાર્થના સભામાં ભાગ લઈ રહ્યા હતા. મોટી વાત એ છે કે આ બ્લાસ્ટ હમાસના પૂર્વ ચીફ ખાલેદ મેશાલના ભાષણના લગભગ 12 કલાક બાદ થયો હતો. ખાલિદે મલપ્પુરમમાં એક પ્રો-પેલેસ્ટાઈન રેલીમાં ભાષણ આપ્યું હતું.
કેરળ બ્લાસ્ટમાં એકનું મોત
કેરળના કોચી કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઘાયલોની સંખ્યા 35 હોવાનું કહેવાય છે. માનવામાં આવે છે કે આ સંખ્યા વધી પણ શકે છે. પ્રત્યક્ષદર્શીઓ મીડિયાને જણાવ્યું હતુ કે, એક પછી એક પાંચ વિસ્ફોટ થયા, ત્યારબાદ હોલમાં આગ લાગી. વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી.
NIA અને NSGની ટીમ કરશે તપાસ
આ બ્લાસ્ટની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ કરશે. સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કર્યા બાદ અમિત શાહે એનઆઈએ અને એનએસજી ટીમને બ્લાસ્ટના સ્થળે મોકલવાના નિર્દેશ આપ્યા છે. NIA અને NSGની ટીમ આ બ્લાસ્ટની સંપૂર્ણ તપાસ કરશે.
કેરળના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ ત્યાં જ રહેશે. વિસ્ફોટ બાદ સીએમ વિજયને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે ઘટના અંગે માહિતી એકઠી કરી રહ્યા છીએ. તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં છે. ડીજીપી ઘટનાસ્થળે જઈ રહ્યા છે. અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે.
શું આ હમાનું ષડયંત્ર છે ?
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટ પાછળ ઈસ્લામિક કટ્ટરપંથીઓ પર આશંકા છે. મોટી વાત એ છે કે આ બ્લાસ્ટ કેરળમાં હમાસના પૂર્વ ચીફ ખાલેદ મેશાલના ભાષણના 12 કલાક બાદ થયો હતો. ખાલિદ મેશાલે ગઈ કાલે મલપ્પુરમમાં એક પ્રો-પેલેસ્ટાઈન રેલીમાં વર્ચ્યુઅલ સ્પીચ આપી હતી, જે બાદ ઘણો વિવાદ થયો હતો. ખાલેદ મેશાલનું આ ભાષણ અરબી ભાષામાં હતું.
ગુપ્તચર વિભાગે આપ્યું હતુ એલર્ટ
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગુપ્તચર વિભાગે પણ એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારતમાં યહૂદીઓ સાથે જોડાયેલા સ્થળો આતંકવાદીઓના નિશાન બની શકે છે. એટલું જ નહીં, તાજેતરમાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે ISIS આતંકવાદીઓએ મુંબઈમાં યહૂદીઓના મહત્ત્વના સ્થળ ચાવર્ડ હાઉસ પર પણ દરોડા પાડ્યા હતા અને વિદેશમાં બેઠેલા આતંકવાદીઓને તેના વીડિયો પણ મોકલ્યા હતા.
આતંકવાદીઓના નિશાન પર યહૂદી સ્થળો?
મધ્યપ્રદેશના રતલામમાં સુરક્ષા એજન્સીઓએ જે નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો તે આતંકવાદીઓના નિશાને ભારતમાં યહૂદી સ્થળો પણ હતા. જો કે કેરળમાં બ્લાસ્ટનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.