Kedarnath Helicopter Crash: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના, MI-17 દ્વારા કરવામાં આવી રહ્યું હતું એરલિફ્ટ,અને ધડામ દઇને નીચે પડ્યું

August 31, 2024

Kedarnath Helicopter Crash:કેદારનાથમાં (Kedarnath) મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં રુદ્રપ્રયાગમાં MI-17 પરથી ક્રિસ્ટલ હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમ્બલી નજીક આ ઘટના બની હતી.

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના

પ્રાપ્ત વિગતો મુજબ કેદારનાથ ધામમાં એક કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે બાંધવામાં આવેલો વાયર તૂટવાને કારણે કિસ્ટ્રલ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, SDRFના જવાનોએ ઘટનાસ્થળે હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ કરી હતી.

ભૂસ્ખલન સમયે એરફોર્સના Mi-17 દ્વારા લોકોને બચાવાયા હતા

નોંધનીય છે કે ઉત્તરાખંડમાં તાજેતરના ભારે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે, પગપાળા કેદારનાથ યાત્રા ઓગસ્ટ મહિનાના મોટાભાગના સમય માટે બંધ કરવામાં આવી હતી. તે કિસ્સામાં, આ મહિને કેદારનાથ ધામ પહોંચવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હેલિકોપ્ટરનો વિકલ્પ પસંદ કર્યો છે. તાજેતરના ભૂતકાળમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રાના માર્ગ પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ગૌરીકુંડ અને કેદારનાથ વચ્ચે અનેક શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ત્યારે એરફોર્સના Mi-17 દ્વારા તેમને બચાવવા ગયા હતા.

આ પણ વાંચો : Vande Bharat Trains:PM મોદી આજે 3 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે,જાણો વિગતો

Read More

Trending Video