Karshandas Bapu : દાહોદની ઘટના પર કોંગ્રેસ બાદ હવે AAP નેતાએ પણ ઠાલવ્યો રોષ, કરશનદાસ બાપુએ આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી

September 24, 2024

Karshandas Bapu : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આ દુષ્કર્મની ઘટના સામાન્ય હોય તો કોઈ ધ્યાન આપતું નથી પણ જો ખબર પડે કે કોઈ ભાજપ કનેક્શન ધરાવતા વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો તે મોટો રાજકીય મુદ્દો બની જાય છે. ત્યારે હવે દાહોદમાંથી પણ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી જેમાં શાળાના આચાર્યનું ભાજપ કનેક્શન બહાર આવ્યું અને આ ઘટનાએ મોટું રાજકીય સ્વરૂપ લઇ લીધું છે. હવે આ મામલે એક બાદ એક પક્ષ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યો છે. ત્યારે દાહોદની આ ઘટના મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા કરશનબાપુની પ્રતિક્રિયા સામે આવી છે. અને તેમને ભાજપ પર પોતાનો ભારોભાર રોષ ઠાલવ્યો છે.

કરશનદાસ બાપુએ ઠાલવ્યો રોષ

કરશનદાસ બાપુએ દાહોદની ઘટના મામલે રોષ ઠાલવતા ભાજપને આડે હાથ લીધું છે. અને કહ્યું કે, એ 6 વર્ષની માસુમ બાળકીનો શું વાંક હતો ? એ બાળકીને મારતાં પહેલા નરાધમોનો જીવ કેવી રીતે ચાલ્યો…આ પ્રકારની ઘટના બને છે અને રામના નામે ચૂંટણી જીતનાર આજે સત્યની સાથે ઉભા પણ નથી રહી શકતા. રામતત્વ તો એ છે જે સત્ય અને ધર્મની સાથે રહે. ભાજપને મારે પડકાર આપવો છે કે જો તમારી અંદર જરા પણ સાત્વિકતા બચી હોય તો તમારે આ પાપીઓને સજા આપવી જોઈએ.

વધુમાં કરશનદાસ બાપુએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, શું વાંક છે એ માસુમ બાળકીઓનો જે ભાજપની આડમાં એ દીકરીઓને હેરાન કરે છે. અને જો તમે આ બધું રોકી ના શકો તો તમારે સત્તા છોડી દેવી જોઈએ. બાકી બધું સહન થઇ જશે એક વખત પણ જો રાજ્યની બેન દીકરીઓ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ તો નહિ જ ચલાવી લેવામાં આવે. અને આ જનતા પણ નહિ જ ચલાવે. હવે એ દિવસ દૂર નથી જયારે જનતા તમને આ બાબતે જવાબ આપશે.

શું છે સમગ્ર મામલો ?

દાહોદમાં એક 6 વર્ષની માસુમ દિકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે. એટલે સ્પષ્ટ છે કે, આ આરોપી પણ ભાજપ સાથે કનેક્શન ધરાવતો હતો. જાણવા મળી રહ્યુ છે કે, આ પૂર્વ મંત્રી સામે પણ ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચોGir Somnath : ગીરસોમનાથ કલેક્ટરના એક નિર્ણયે લીધો આ મહિલાનો ભોગ, વિમલ ચુડાસમાએ લગાવ્યા ગંભીર આક્ષેપો

Read More

Trending Video