Karnataka CM FIR : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR, MUDA કેસમાં લોકાયુક્ત પોલીસે કાર્યવાહી કરી

September 27, 2024

Karnataka CM FIR : કર્ણાટક લોકાયુક્ત પોલીસે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. સૂત્રોએ જણાવ્યું કે લોકાયુક્ત પોલીસે MUDA કેસમાં સિદ્ધારમૈયા અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે. અરજદાર સ્નેહમોયી કૃષ્ણાની અરજી પર પોતાનો ચુકાદો આપતાં લોક પ્રતિનિધિ અદાલતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. તેના નિર્ણયમાં કોર્ટે કર્ણાટક લોકાયુક્તને આ મામલાની તપાસ કરવા અને ત્રણ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ આજે મૈસુર લોકાયુક્ત પોલીસે મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

સીએમની પત્ની અને વહુને પણ આરોપી બનાવવામાં આવ્યા

આ કેસમાં સીએમને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની પત્ની પાર્વતીને આરોપી નંબર ટુ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીના સાળા મલ્લિકાર્જુન સ્વામીને આરોપી નંબર 3 અને દેવરાજને આરોપી નંબર 4 બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પર આરોપ છે કે તેમણે તેમની પત્નીના નામે મૈસુરમાં MUDA સાઇટ ફાળવવા માટે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. અરજદારે આજે સેશન્સ કોર્ટમાં વધુ એક રિટ દાખલ કરી છે અને આ મામલે સીબીઆઈને તપાસ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોGujarat Waqf Board : જાણો ગુજરાતમાં વકફ બોર્ડ પાસે કેટલી મિલકત, ભલભલાં ઉદ્યોગપતિઓ પણ પાછા પડે તેટલી સંપત્તિ

Read More

Trending Video