Karnataka : કર્ણાટકના (Karnataka) મેંગલુરુમાં (mangaluru) એક મસ્જિદ પર પથ્થરમારો (stone pelting) કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે હિન્દુ સંગઠનના 5 કાર્યકરોની ધરપકડ કરી છે. મેંગલુરુના બહારના ભાગમાં કટિપલ્લા 3 બ્લોકમાં બદરિયા મસ્જિદમાં પથ્થરમારો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પથ્થરબાજો બાઇક પર સવાર થઈને આવ્યા હતા. આ હુમલાથી મસ્જિદની બારીઓના કાચ તૂટી ગયા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી બે બાઈક પર સવાર થઈને આવ્યો હતો.
પોલીસે હિન્દુ સંગઠનના 5 કાર્યકરોની કરી ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પછી, મેંગલુરુના બહારના ભાગમાં સૂરથકલ નજીકના કટિપલ્લામાં રાત્રે લોકો એકઠા થયા હતા, ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી. ચાર બદમાશો બે બાઇક પર આવ્યા અને મસ્જિદ પર પથ્થરમારો કર્યો.
પોલીસનો દાવો- સ્થિતિ નિયંત્રણમાં છે
મેંગલુરુ પોલીસ કમિશનરે જણાવ્યું કે આ ઘટનામાં 5 VHP લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વધુ ખુલાસો કરી શકાય તેમ નથી. સ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. આ ઘટના બાદ વાતાવરણ બગડે નહીં તે માટે પોલીસ વધારાની તકેદારી રાખી રહી છે.
આ પણ વાંચો : PM Modi ગુજરાતને દેશની પ્રથમ વંદે મેટ્રો સિવાય 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે, જાણો આજનો તેમનો સમગ્ર કાર્યક્રમ