Kangaroo mother care : પધ્ધતિથી લાખો બાળકોને બચાવી શકાય છે- ડૉ.કે.એમ.મહેરિયા

May 15, 2024

2  કિલોથી ઓછા વજનવાના,અધૂરા માસે જન્મેલા નવજાતશિશુઓ માટે કાંગારૂ મધર કેર (kmc ) ની સરળ, બિનખર્ચાળ અને દવાઓ કે મશીન સિવાય દ્ધારા અપાતી સારવારથી લાખો બાળકોને બચાવી શકાય છે. માતા અને નવજાતશિશુના skin to skin contact થી તેને માતાની ગરમી મળે છે. જેથી તેને hypothermia થી બચાવાય છે. વળી બાળક જાતે છાતીનું ધાવણ લે છે તેથી તેને hypothemia થી પણ બચાવાય છે. તેની રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાથી તેને ચેપ (ઇન્ફેકશન) લાગતો નાથ. આ વર્ષનું theme “embrace the magic”.

SMS હોસ્પિટલના  બાળવિભાગ વડા ડૉ.કે.એમ.મહેરિયાના જણાવ્યા મુજબ માતાની બંને છાતી વચ્ચે રાખી, મોં ખુલ્લુ રાખી દુપટ્ટો,સાડી કે ઝોળીમાં બાળકને રાખી માતા ઇઝી ચેરમાં બેસી આરામથી આ પદ્ધતિ અપનાવી શકી દિવસમાં ૬ થી ૮ કલાક kmc સારવાર આપી શકે છે. માતા ઘરે પણ kmc આપી શકે છે. બાળકના મગજનો વિકાસ સારો થાય છે. માતાની હૂફ સાથે વધારે પ્રમાણમાં દૂધ મળે છે. માતામાં સ્નેહ, લાગણી, પ્રેમ અને બોન્ડિંગ વધે છે. માતાઓને સ્ટ્રેસ થતો નથી. તેની તંદુરસ્તી પણ સારી રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોલંબિયા માં ડૉ. એડગર રે – નવજાતશિશુ નિષ્ણાતે ૧૯૭૮ માં kmc ની શોધ કરી. બી.જે.મેડિકલ કોલેજ, અમદાવાદ ખાતે ડૉ. શશીબેન વાણી અને ડૉ. કે.એમ. મહેરિયાની ટીમે ૧૯૯૪-૯૫ માં સિવિલ હોસ્પિટલ ખાતે kmc પધ્ધતિસર ચાલુ કરેલ ત્યારબાદ kem મુંબઈ અને aiims દિલ્લી ખાતે kmc ચાલુ કરેલ અને આજે સમગ્ર ભારતમાં neonatal units – આ પદ્ધતિ અપનાવે છે.

SMS હોસ્પિટલ, ચાંદખેડા ના સુપ્રિન્ટેનકેન્ટ ડૉ.એમ.પ્રભાકર અને ડૉ.ચૈત્રીબેન ના સહકાર અને સહયોગ થી હોસ્પિટલનો નવજાત શિશુ વિભાગ – દર વર્ષે બાળવિભાગ વડા ડૉ.કે.એમ મહેરિયા, ડૉ. ભંડારી, ડૉ. રાજેશ્રી,ડૉ. સીમા અને ડૉ. લતા,અન્ય સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટર ૧૫ મી મે ના રોજ કંક ની ઉજવણી કરી. માતાઓને પોસ્ટર, વાતચીત અને ડેમોસટ્રેન ધ્વારા જનજાગૃતિનું સફડતાપૂર્વક આયોજન કરેલ અને તમામ ઓછા વજનવાળા નવશિશુઓને બચાવી લેવાયા છે.  

Read More

Trending Video