સાંસદ Kangana Ranaut ને CISF મહિલા ગાર્ડે મારી થપ્પડ, જાણો શું હતી સમગ્ર ઘટના  

June 6, 2024

Kangana Ranaut slapped by CISF women guard : અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત (Kangana Ranaut) વિશે આ વખતે મોટા સમાચાર આવી રહ્યા છે. આજે કંગના રનૌત દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા ગાર્ડે લાફો મારી દીધો હતો.

કંગના રનૌતને મહિલા CISF ગાર્ડએ માર્યો લાફો

પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે અભિનેત્રી ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી ત્યારે એક મહિલા CISF જવાનોએ અભિનેત્રીને થપ્પડ મારી દીધી હતી. જે બાદ કંગના રનૌતે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.

કેમ મારી થપ્પડ ?

અહેવાલો મુજબ ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતો અંગે કંગના રનૌતના નિવેદનથી દુઃખી CISFના જવાન કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. વિસ્તારા એરલાઈન્સ દ્વારા કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું, સુરક્ષા તપાસ દરમિયાન તેને થપ્પડ મારવામાં આવી હતી.

આ પણ વાંચો :  Surat: પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા પણ ન જળવાઈ, મહિલા સાથે ગેરવર્તન કરી આપી જેલમાં નાખવાની ધમકી

Read More

Trending Video