Kandla Chemical Factory : કંડલામાં કેમિકલ ફેક્ટરીમાં આજે અકસ્માતમાં પાંચ કામદારોના મોત થયા છે. કેમિકલની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કહેવાય છે કે આ અકસ્માત ઈમામી કંપનીમાં થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાને કારણે આ મોત થયા છે.
ફેક્ટરીમાંથી પાંચેય કામદારોના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મૃતકોમાંથી ચાર ગુજરાત બહારના છે અને એક પાટણ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ કંપની પહોંચ્યા છે. અત્યાર સુધી મીડિયાને કંપનીની અંદર જવા માટે એન્ટ્રી આપવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે કચ્છમાં શ્રમ વિભાગની બેદરકારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.