Kandhal Jadeja : કુતિયાણાના MLA કાંધલ જાડેજા પણ હવે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત, હાઇકોર્ટમાં કરી અરજી દાખલ

August 15, 2024

Kandhal Jadeja : ગુજરાતના સૌરાષ્ટ્રનું પોરબંદર એ જેટલું તેના નામથી જાણીતું છે. તેના કરતા વધારે સંતોકબેન જાડેજા અને તેમના પુત્ર કાંધલ જાડેજા (Kandhal Jadeja)ના નામથી વધુ પ્રખ્યાત છે. કાંધલ જાડેજા (Kandhal Jadeja)એ સમાજવાદી પાર્ટીના નેતા છે. અને કુતિયાણાના ધારાસભ્ય છે. ત્યારે એક સમયે પોરબંદર (Porbandar) અને ખાસ કુતિયાણામાં ભાજપના ખુબ મોટા સમર્થક આજે ભાજપની વિરુદ્ધમાં છેક કોર્ટ સુધી પહોંચી ગયા છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ હાઇકોર્ટમાં આજે એક ભાજપ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

પોરબંદરની કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય અને એક સમયે ભાજપના ખુબ મોટા સમર્થક આજે ભાજપ સરકારની કામગીરી સામે હાઇકોર્ટ પહોંચ્યા છે. કાંધલ જાડેજા (Kandhal Jadeja)એ આજે હાઇકોર્ટમાં અરજી કરી છે અને કહ્યું છે કે મારા વિસ્તારની નગરપાલિકા ભ્ર્ષ્ટાચારથી ખદબદે છે. 20 વર્ષથી કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારી ગ્રાન્ટમાંથી માત્ર ગોટાળાઓ જ કરવામાં આવે છે. આંગણવાડી, પબ્લિક પાર્કના કામોમાં ભ્રષ્ટાચાર, દેવાંગી હોટેલ સામે કચરો ઠલવાય છે. ત્યારે હવે કાંધલ જાડેજાએ ભાજપ સરકાર સામે મોરચો માંડવો પડ્યો છે. અને ખાસ વધારે અચંબિત કરતી વાત એ છે કે કાંધલ જાડેજા એ ખુદ ધારાસભ્ય છે. અને જો ધારાસભ્ય જ હવે નગરપાલિકા સામે ભ્ર્ષ્ટાચારના આરોપ લગાવે છે. ત્યારે હવે શું કુતિયાણામાં વધુ એક નવી રાજકીય ઊથલપાથલના એંધાણ તો નથી ને ?

આ પણ વાંચોMahesana : મહેસાણાના વિજાપુરમાં મંત્રી ઋષિકેશ પટેલ ન ફરકાવી શક્ય ધ્વજ, આખરે ક્રેનથી તિરંગો ફરકાવવામાં આવ્યો

Read More

Trending Video