Kamala Beniwal passes away : ગુજરાતના (Gujarat) પૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના (Rajasthan) પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું (Kamala Beniwal) નિધન થયું છે તેમણે રાજસ્થાનના જયપુરની (jaypur) ફોર્ટિસ હોસ્પિટલમાં 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ લીધા હતા.
કમલા બેનીવાલનું (Kamala Beniwal) નિધન
પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી ડૉ. કમલા બેનીવાલનું બુધવારે નિધન થયું. તેમણે 97 વર્ષની વયે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે કમલા બેનીવાલ ઘણા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કમલા બેનીવાલની રાજકીય સફર
કમલા બેનીવાલ 1954માં 27 વર્ષની વયે વિધાનસભા ચૂંટણી જીતીને રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અગાઉ અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણીઓમાંના એક હતા. તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર મોદી સાથે અનેક બાબતો પર મતભેદો
કમલા બેનીવાલ રાજસ્થાનના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ ગુજરાતના રાજ્યપાલ અને 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાતના રાજ્યપાલ હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે અનેક બાબતો પર તેમના મતભેદો હતા,જેની ખૂબ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : Kshatriya Andolan:હવે મારું નામ લેતા પહેલાં સો વાર વિચાર કરજો : તૃપ્તીબા રાઓલ