Kadi Rock Fall : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 7 મજૂરો દટાયા, 3ના મોત, પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

October 12, 2024

Kadi Rock Fall : ગુજરાતમાં મકાનો ધસી પાડવા કે ક્રેન પાડવા જેવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે આજે કડીના જાસલપુર ગામમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભેખડ ધસી પડતા 9થી વધારે મજૂરો દટાઈ જવાની ઘટના સામે આવી છે. જેમાં 5 મજૂરોના મોત નિપજ્યા છે. જયારે 4 મજૂરો હજુ દટાયેલા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ આવી પહોંચી છે. દટાયેલા મજૂરોને કાઢવા માટે JCBની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ બચાવકામગીરી ચાલુ છે.

Read More

Trending Video