Gopal Italia News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના પટ્ટા ઉતારી લેવાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. વિવિધ પક્ષના નેતાઓ આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ પણ આ જ મુદ્દે હર્ષ સંઘવીએ આપેલી પ્રતિક્રિયા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જ્યારથી આ ઘટનાક્રમ બન્યો છે ત્યારથી હર્ષ સંઘવી અને ભાજપના મળતીયાઓ ખૂબ જ ઉછળી રહ્યા છે અને પોલીસને હાથો બનાવવાનું કામ કરી રહ્યા છે. હર્ષ સંઘવી અત્યારે સત્તામાં છે એટલા માટે બોલ વચન કરવા માટે તેમને કોઈ રોકટોક નથી. સંસ્કારની વાતો કરનારા, સંસ્કારના નામે ઉપદેશ આપનારા, પટ્ટાના નામે રાજકારણ કરી પોલીસ લોકરક્ષક અને તેમના પરિવારને હાથો બનાવનારા હર્ષ સંઘવીની અસલિયત હું તમારી સામે રજૂ કરું છું. ગોપાલ ઇટાલીયાએ 14 સપ્ટેમ્બર 2013 તેના વિવિધ છાપાઓમાં છપાયેલ સમાચાર લાઈવના માધ્યમથી લોકો સમક્ષ મુકતા જણાવ્યું હતું કે, 2014 નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, ભાજપના માજી મેયર અને બીજા કેટલાક લોકોએ ટોળું કરીને જાહેર ચાર રસ્તા ઉપર કોઈપણ મંજૂરી વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું હતું અને જેના લીધે આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે જનતાને અગવડતા પડી હતી અને કોઈએ 100 નંબર ઉપર ફોન કર્યો હતો જેના લીધે પોલીસ ઇન્સ્પેકટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી ત્યારે હર્ષ સંઘવીએ પોલીસને ચાર પાંચ લાફા મારી દીધા હતા, ગાળો દીધી હતી અને ધક્કા મૂકી કરી હતી. તેમની સાથે જે લફંગાઓની ટોળકી હતી તેમણે પણ પીએસઆઇ સાથે મારામારી કરી અને પોલીસ સ્ટાફ સાથે ધક્કા મૂકી કરી તેવી એફઆઇઆર નોંધાઈ હતી.
હર્ષ સંધવી વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યારે પી.આઈ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાફા મારી દીધા હતા. ત્યાર પછી પીએસઆઇ એ ઉમરા પોલીસ સ્ટેશનની અંદર એક એફઆઇઆર દાખલ કરી હતી અને 143, 147, 186, 188, 192, 201, 203, 294, 342, 353, 504 અને 5062 કલમો લગાવવામાં આવી હતી. હર્ષ સંઘવી ઉપર જેવો ગુનો નોંધાયો તેવી જ પીઆઇ કે બી વાટલીયાની બદલી કરી નાખવામાં આવી હતી અને એ જ હર્ષ સંધવીએ પીએસઆઇ ઝેડ આઈ શેખના પટ્ટા ઉતારી લીધા હતા. ત્યાર બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ આવ્યા હતા સી કે પટેલ. હર્ષ સંઘવીએ નવા પીઆઈ સી કે પટેલ સાથે તાલમેલથી આખી જે એફઆઇઆર હતી તેમાંથી બધી કલમ હટાવી દીધી હતી. માત્ર 188 અને 143 જાહેરનામા ભંગ ની કલમ રહી હતી અને સી કે પટેલે તપાસમાં એવું જણાવ્યું કે હર્ષ સંઘવીએ પોલીસને માર માર્યો નથી કે પોલીસને કશું જ કહ્યું નથી. જેમણે પોલીસને માર માર્યો છે એ અત્યારે આપણને સંસ્કાર શીખવાડવા માટે નીકળ્યા છે. આજની તારીખમાં પણ સરકારની વેબસાઈટ ઉપર કેસ નંબર 133/2014 માં આરોપી તરીકે હર્ષ સંઘવીનું નામ બતાવે છે.
બીજા કેસ વિશે વાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, 2019 માં પણ આ મહાસંસ્કારી વ્યક્તિએ જ્યારે એ સુરતના ધારાસભ્ય હતા ત્યારે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા એ દરમિયાન કોઈ સરકારી માણસ સાથે તેમને પૂછપરછ કરી અને અને એ માણસે જવાબ આપ્યો એની સામે હર્ષ સંઘવીએ એવું કહ્યું કે “તું મારી સામે સ્માર્ટ બનતો નહીં નહિંતર તારા ટાંટિયા તોડીને તારા હાથમાં આપી દઈશ” જ્યારે મિડીયાએ આ વાત હર્ષ સંઘવીને પૂછી ત્યારે તેમણે કહ્યું હતું કે, “મને મારા નિવેદન ઉપર કોઈ જ પસ્તાવો નથી.” તમારા કેવા સંસ્કાર છે એ છાપામાં છપાઈ ચૂક્યા છે. જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને ભાજપને તકલીફ પડે છે. ગુજરાતના કોઈપણ માણસને પકડીને પૂછવામાં આવે કે પોલીસની ભાષા કેવી છે તો તે પણ કહેશે કે જીગ્નેશ મેવાણીની ભાષા છે એના કરતાં તો ખરાબ જ છે. કોઈ દુર્ઘટના બની હોય, ગુનો નોંધાવા ગયા હોઈએ, પોલીસ ચેકિંગ દરમિયાન કઈ ભાષા પોલીસ જનતા સાથે વાપરે છે. હું હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એના ઉપર હર્ષ સંઘવી કેમ લેક્ચર નથી આપતા ગુજરાતના ડીજી એના ઉપર કેમ લેક્ચર નથી આપતા. તમને બધાને અત્યારે સિંઘમગીરીનો કીડો ચડ્યો છે તો તમે પણ અમને જણાવો કે તમારા માણસો કઈ ભાષા વાપરે છે. જીગ્નેશ મેવાણી દસ લાખ ઘણી સારી ભાષામાં વાત કરીને આવ્યા છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જીગ્નેશ મેવાણીએ આક્રોશ ભરી ભાષામાં જે પણ નિવેદન આપ્યું એ કોઈ કોન્સ્ટેબલની સામે જોઈને નહીં પરંતુ એસપીની સામે જોઈને આપ્યું હતું. તો પછી કોન્સ્ટેબલના પરિવારની મહિલાઓને શા માટે જીગ્નેશ મેવાણી હાયહાયના નારા બોલાવવા માટે રોડ પર ઉતાર્યા? એસપીના ઘરના લોકોને કેમ નારેબાજી કરવા માટે ન ઉતાર્યા? બિચારા લોકરક્ષકોને બસ આગળ ધરી દીધા છે. જ્યાં હોય ત્યાં નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી મળીને નાના પોલીસ કર્મીઓને હાથો બનાવે છે. ખૂબ જ મોટી સંખ્યામાં નાના પોલીસકર્મીઓ પોતાની બદલી કરાવવા માટે વલખા મારી રહ્યા છે પરંતુ ગાંધીનગરમાં બેસેલા મોટા મોટા આઈપીએસ ઓફિસરો આવા કોઈ નાના પોલીસ નથી કરી આપતા અને તેમની મદદ નથી કરતા. ખોટી રીતે અનેક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એ એસ આઈ પી એસ આઈ પર ખોટા થયા છે, અને એ લોકો ન્યાય માટે પોલીસ ભવનમાં ધક્કા ખાઈ રહ્યા છે. તો જો હર્ષ સંઘવી માં હિંમત હોય તો પોતાના પોલીસ કર્મચારીઓને ન્યાય આપો!!
અભય સોની નામના આઈપીએસ અધિકારીએ અમરેલીમાં બીજેપીના એક નેતાના દીકરાને વાહન ચેકિંગ મુદ્દે કોઈ ઠપકો આપ્યો અને બીજા જ દિવસે આઇપીએસ અધિકારી અભય સોનીની બદલી થઈ ગઈ. તો જોવા જઈએ તો આ “પટ્ટા ઉતરી ગયા” એવું ન કહેવાય? બીજો કિસ્સો એવો છે જેમાં ગુજરાતના ભાજપના એક ધારાસભ્યએ જિલ્લાના એસપીની બદલી કરવા એવી ધમકી આપી કે “જો જિલ્લાના એસપીને બદલી કરવામાં નહીં આવે તો હું ભાજપના ધારાસભ્ય પટ પરથી રાજીનામું આપી દઈશ” અને આ ઘટના બાદ એ એસપીની બદલી થઈ ગઈ. વડોદરાના ભાજપના એક કોર્પોરેટરી વજન વગર મંજૂરીએ રોડ પર તંબુ લગાવીને સભા ચાલુ કરી દીધી તો ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દેસાઈએ ભાજપના કોર્પોરેટરની આ સભા અટકાવી, તો ત્યારબાદ એ પોલીસ ઇન્સ્પેક્ટરને બદલી કરી દેવામાં આવી. સુરતના ધારાસભ્યના છોકરાને સુનીતા યાદવ નામના પોલીસ અધિકારીએ રોક્યો ત્યારબાદ સુનિતા યાદ આવી રાજીનામું આપવું પડ્યું હતું અને આ તમામ ઘટનાઓ ન્યૂઝ પેપરમાં છપાઈ હતી અને આમાં દેખાઈ રહ્યું છે કે કોણ પોલીસના પટ્ટા ઉતારી રહ્યું છે. ભાજપના માણસો જ્યારે પોલીસના પટ્ટા ઉતારી દે ત્યારે હર્ષ સંઘવીને વાંધો નથી આવતો પરંતુ જીગ્નેશ મેવાણી કંઈ બોલે તો હર્ષ સંઘવીના પેટમાં શા માટે તેલ રડાય છે?
જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી અને એમણે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે એમને ડીવાયએસપી દ્વારા માર મારવામાં આવતો હતો. અમદાવાદના પાલડીમાં પોલીસ કર્મચારીએ પીઆઇ સહિતના લોકોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. આવી ઘટના સામે હર્ષ સંઘવીને કોઈ વાંધો નથી? વિપુલ બિજોય નામના એક આઇપીએસ અધિકારીની પત્નીએ 17 કોન્સ્ટેબલ અને લગભગ એક મહિના સુધી ગોંધી રાખ્યા હતા એટલે એક બંધક બનાવી દીધા હતા. ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની નાના પોલીસ ઉપર એટલી બધી દાદાગીરી છે કે આઇપીએસની પત્નીએ 17 કોન્સ્ટેબલને ગાંધી રાખ્યા અને મજૂરોની જેમ કામ કરાવ્યું. આવી ઘટનાઓમાં કોઈ તપાસ થઈ નથી. આવી અનેક ઘટનાઓ ઘટી છે જેમાં નાના કોન્સ્ટેબલનું આઇપીએસ અને મોટા પોલીસ અધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવી હોય. રાકેશ અસ્થાનાએ પોલીસ વેલ્ફેર ફંડના 20 કરોડ રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં આપી દીધા. પાછળથી ઘણા ખુલાસા થયા અને મેટરને દબાવી દેવામાં આવી કારણ કે સરકાર ભાજપની છે.
છેલ્લે ગુજરાતની જનતાને મારી એટલી વિનંતી છે કે આખી ઘટનામાં ચાર પક્ષકારો છે. એક છે રાજકીય પક્ષ એટલે કે વિપક્ષ, એક છે બીજેપીનો પક્ષ, એક પક્ષ છે સામાન્ય કોન્સ્ટેબલ જેવા પોલીસ કર્મીઓનો અને એક પક્ષ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓની લોબી. દારૂ, જુગાર, ડ્રગ્સ ગુજરાતમાં જે રીતે વેચાઈ રહ્યું છે એનો ચોખ્ખો નફો ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતાઓ પાસે જાય છે. સામાન્ય પોલીસ કર્મચારી અને જનતા હમેશા સંઘર્ષમાં આવતા હોય છે. હવે ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે કારણકે આઠ ચોપડી પાસ રોજ પોલીસને ઉશ્કેરે છે જનતાને ઉશ્કેરે અને ગુંડાઓને સપોર્ટ આપે છે એવા માણસ સત્તા પર બેઠા છે એટલા માટે ગુજરાતી આવી હાલત થઈ છે. જિલ્લા 10 વર્ષમાં ગુજરાત પોલીસની ખૂબ જ ફજેતી થઈ છે કારણ કે જે લોકો પાસે કોઈ આવડત નથી એવા લોકોને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવી હાસ્યસ્પદ નિવેદનોના કારણે પોલીસ ખાતું ખૂબ જ બદનામ થયું છે અને પોલીસ ખાતાની અંદર પણ ખુબ જ સમસ્યાઓ વધી છે. આજે પોલીસ કર્મચારીઓને બુટ, મોજા, પટ્ટો, લાઠી, હેલ્મેટ આપવામાં આવે છે એની ક્વોલિટી અત્યંત દયનિય હોય છે. પોલીસ પટ્ટા અને 8 પાસના સમગ્ર મુદ્દામાં જનતાની એટલી જ વિનંતી છે કે આઠ પાસ કાઢો ગુજરાત બચાવો.