Junagadh : કેશોદના અજાબ ગામમાં દારૂ પીને મહિલાનો આતંક, અનેક વાર રજૂઆત છતાં કોઈ પગલાં નહિ, સ્થાનિકોએ લગાવ્યા આક્ષેપ

December 5, 2025

Junagadh : ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. પણ આ જ દારૂબંધીવાળા ગુજરાતમાં જ ખુલ્લેઆમ દારૂના વેચાણના વિડીયો અને દારૂ પીધા બાદ બબાલ કરતા વિડીયો વાયરલ થતા હોય છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે કોઈ પુરુષ દારૂ પી અને આતંક મચાવતા હોય છે. પણ આજે એક મહિલા દારૂ પીને આતંક મચાવે છે તેવો મામલો સામે આવ્યો છે. જૂનાગઢના કેશોદના અજાબ ગામમાંથી મહિલા દારૂ પીને આતંક મચાવે છે તેવી ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મહિલા એ દારૂ પીને ગામમાં રોજ આતંક મચાવે છે. ગ્રામજનો મહીલાના કારણે હેરાન પરેશાન થયા છે. મહીલા દારૂનુ સેવન કરી અજાબ ગામમા અભદ્ર વાણી વર્તન કરે છે. ગ્રામજનોએ આ મામલે 112ની મદદ લીધી અને નશો કરેલી હાલતમાં મહીલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. અજાબ ગામમાં દારૂ બંધ કરાવવા ગામ લોકોએ માંગ કરી છે. નાના એવા અજાબ ગામમા ગલીએ ગલીએ દારૂ મળે છે. તેવા આક્ષેપ ગામના આગેવાનોએ લગાવ્યા છે. પોલીસને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ આ મામલે કોઈ મોટા પગલાં લેવામાં આવ્યા નથી. 10 ડિસેમ્બર સુધીમાં દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ કરશે અને સાથે જ આંદોલનની ચીમકી આપી છે.

Read More

Trending Video