Junagadh : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદથી ઘણી જગ્યાએ નુકશાન થયું છે. એક તરફ ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. તો બીજી તરફ આ કમોસમી વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતા હવે જૂનાગઢની લીલી પરિક્રમા પર પણ તેની અસર પડી છે. આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખી અને બંધ રાખવામાં આવી છે. આ સાથે જ હવે આ પરિક્રમાનું મુહૂર્ત સાચવી લેવામાં આવ્યું છે. અને પ્રતીકાત્મક લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું શુભ મૂહૂર્ત સાચવવામા આવ્યુ હતું. સાધુ સંતો, કલેક્ટર, એસ.પી, મનપા કમિશનર તેમજ સરકારના તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતીમાં પ્રતીકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કમોસમી વરસાદને લઈ જંગલના રોડ રસ્તાનુ ધોવાણ થયુ હતું. અને પરિક્રમા રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર તેમજ સાધુ સંતો દ્વારા પ્રતિકાતમક પરિક્રમા યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના ભાગ રૂપે આજે ગિરનાર તળેટી ખાતે પરિક્રમાનુ મૂહૂર્ત કરવામા આવ્યુ હતુ. અને સવારે માત્ર પાંચ જેટલા સંતો ગિરનારની લીલી પરિક્રમા કરશે. ત્યારબાદ ભવનાથ પહોંચી ત્યા સંકલ્પ કરશે. અમે માત્ર સુરક્ષાને ધ્યાને લઈ પરિક્રમા ભાવિકો માટે બંધ કરી છે તે બદલ અમે ભાવિકોની ક્ષમા માંગીએ છીએ.
આ પણ વાંચો : Air India ના બે પાઇલટ્સે લાઇસન્સ ન હોવા છતાં ઉડાવ્યું વિમાન, અહેવાલ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો