Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાની શરૂઆત

March 5, 2024

Junagadh:  જૂનાગઢનો (Junagadh) જગપ્રખ્યાત મહાશિવરાત્રીનો મેળો આજથી શરુ થયો છે. આજે ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ થયો છે. 9.30 કલાકે ધ્વજા ચડાવવાનું મુહૂર્ત હતુ. જેમાં સાધુ સંતની હાજરીમાં ધજા ચડાવી અને ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રગટ્યા છે. આ મેળો આજથી લઈને 8 માર્ચ સુધી ચાલવાનો છે જેમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ લેશે.

જૂનાગઢમાં (Junagadh)મહાશિવરાત્રિ મેળાના પ્રારંભ

જૂનાગઢમાં (Junagadh) આજે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. મહાવદ નોમથી મહાશિવરાત્રિ સુધી યોજાનાર 4 દિવસીય મહાશિવરાત્રિ મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્ર્રોક્ત વિધિવિધાન કરવામાં આવ્યા છે.

ભજન, ભક્તિ અને ભોજનો ત્રિવેણી સંગમ

ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આરંભ થયો છે, ત્યારે દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા હતા. આ સાથે જ બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી છે.

વધારાની બસો ફાળવવામા આવી

5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખો ભક્તો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસો ફાળવવામા આવી છે.

સુરક્ષા વ્યવસ્થા

આ સાથે પોલીસ બંદોબસ્તમાં ખાસ કરીને જે અધિકારીઓ અને સ્ટાફની ટીમ તૈનાત છે, આ બંદોબસ્તમાં 7 Dysp, 23 PI, 117 PSI અને પોલીસ જવાન, હોમગાર્ડ સહિતના 2,800થી વધારે પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે.

આ પણ વાંચો :  ‘તો હું વડાપ્રધાન મોદીને મારી નાખીશ….’ જાણો PM Modi ને કોને આપી મારી નાખવાની ધમકી

Read More

Trending Video