Junagadh : જૂનાગઢ પાલિકાને ગુજરાત હાઇકોર્ટની ફટકાર, 46 વર્ષ પહેલા મૃત્ય પામેલાને પાઠવી નોટિસ

August 6, 2024

Junagadh : ગુજરાતમાં અત્યારે તંત્રમાં રોજ એક ભ્ર્ષ્ટાચાર અને લાલિયાવાડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ગુજરાત સરકારના અધિકારીઓની કામગીરી પર સતત સવાલ ઉઠી રહ્યા છે. અને રોજ એક નવી ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં હવે એ જગ્યાએ ભ્ર્ષ્ટાચાર આચારવામાં નથી આવતો તે તો વિચારવું જ રહ્યું. હવે આ વું જ કંઇક બન્યું છે જૂનાગઢમાં. એક વર્ષ પહેલા બિલ્ડીંગ ધરાશાયી થયેલા કેસમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા. જેને પગલે બિલ્ડીંગ બનાવવામાં જવાબદાર લોકોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી. જેને લઈને હવે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

જુલાઇ-૨૦૨૩ માં જુનાગઢ શહેરમાં થયેલ પ્રચંડ જળ હોનારત પછી કડીયાવાડા વિસ્તારમાં બે માળનું મકાન ઘસી પડતાં ત્રણ વ્યક્તિ નું મૃત્યુ પામેલ હતા પાછળથી મૃતક ના પત્ની એ પણ આત્મહત્યા કરી લેવાં અરેરાટીભર્યા કેસમાં હાઈકોર્ટએ આ બનાવમાં જુનાગઢ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના પુરાવા પૂરી રીતે ચકાસી જો ગુન્હો બનતો હોય તો ફરિયાદ લેવાનું ડાઇરેક્શન આપતો હુકમ કરતાં જુનાગઢ મ્યુ. કોર્પોરેશન અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. આ કેસમાં મૃત્યુ પામેલ પરિવારના એક વ્યક્તિએ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી અંગે પોલીસ અધીક્ષક સમક્ષ ફરિયાદ કરવામાં આવેલ હતી પરંતુ જે તે સમયે મ્યુ.ના અધિકારીઓ સામે બેદરકારીના આક્ષેપો થયા પછી ઉલ્ટાના મ્યુ.ના અધિકારીઓની અરજીના આધારે પોલીસ એ જર્જરીત મકાનના માલિક સામે ગુન્હો દાખલ કર્યો હતો.

જેમાં આરોપી તરીકે ત્રણ વ્યક્તિઓના નામ સામેલ કરવામાં આવેલ હતા. જેમાં 1) તુલસીદાસ વિરજીભાઈ પીઠડીયા, 2) નારણદાસ વિરજી પીઠડીયા અને 3) રતિલાલ વિરજી પીઠડીયા, પરંતુ પોલીસ અધીક્ષકમાં અરજી કરનાર અરજદારે આ બાબત હાઈકોર્ટમાં પડકાર્તા ગુજરાત હાઇકોર્ટે મૃત્યુ પામેલ પરિવારના સંબંધીની અરજીના દસ્તાવેજી પૂરાવા ચકાસી જવાબદારો સામે ગુન્હો નોંધવા હાઇકોર્ટે જણાવ્યું છે. આ કેસમાં એ સમયે જે વ્યક્તિ મૃત્યુ પામી છે તેની સામે કોર્પોરેશને પોલીસ ફરિયાદ તો નોંધાવી છે પણ આ બાબતમાં રજૂ કરેલ પુરાવો એટલે કે મકાન માલીકને આપવામાં આવેલ નોટિસમાં મૃત્યુ પામેલ વ્યક્તિની સહી હોવાનો પુરાવો હાઇકોર્ટમાં રજૂ થયો છે.

આ કેસની વિગત કંઇક આવી છે. ગત જુલાઈ-૨૦૨૩ માં જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદને કારણે ભયંકર પૂર પ્રકોપ થયો હતો. જે પછી તા.૨૪ જુલાઇ ૨૦૨૩ ના રોજ કડીયાવાદ શાકમાર્કેટમાં આવેલ એક બહુમાળી મકાન ઘસી પડ્યું હતું. જેમાં એ સમયે રિક્ષામાં શકમાર્કેટમાં શાક લેવા ગયેલ એક જ પરિવારના ત્રણ વ્યક્તિ સંજય સતિષ ડાભી (32 વર્ષ), તરુણ સંજય ડાભી (9 વર્ષ) અને દક્ષ સંજય ડાભી (5 વર્ષ) ઘસેલા મકાન નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા. આ બનાવના બે દિવસ બાદ સંજયભાઈના પત્ની મયૂરીબેન પરિવારના મૃત્યુના આઘાતમાં એસીડ પી જઈ આત્મહત્યા કરી મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં જુનાગઢ મ્યુ. ના અધિકારીઓની ઘોર બેદરકારી છે એવા પ્રકારની અરજી મૃત્યુ પામેલ પરિવારના દૂરના સગા વિરાટભાઈ ડાભીએ પોલીસ અધીક્ષક અને કલેકટર સમક્ષ કરી હતી. પણ જાણે કે ચોર કોટવાલને દંડતા હોય તેમ પોલીસ મ્યુ. ના અધિકારીઓ સામે ફરિયાદ લેવાને બદલે મ્યુ. અધિકારીઓની અરજીના આધારે જર્જરીત મકાનના માલિક સામે બેદરકારી અંગે ફરિયાદ દાખલ કરી હતી. જે બાબત સામે વિરાટભાઈ ડાભી હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ દરમિયાન કરવામાં આવેલ એક આર.ટી.આઈ ની અરજી ના જવાબ સ્વરૂપે કોર્પોરેશન દ્વારા એવી વાત બહાર આવી હતી કે મ્યુ. કોર્પોરેશને આ દુર્ઘટનામાં મકાન માલીકની બેદરકારી હોવાના પુરાવારૂપે તેમણે જર્જરીત મકાન અંગે જે નોટીસ આપવામાં આવી હતી તે વ્યક્તિ તો મૃત્યુ પામી છે અને આ નોટીસ જૂનાગઢના કોલેજ રોડ પર આવેલ પીઠડીયા ગેરેજવાળા તુલસીભાઈ વિરજીભાઈ પીઠડીયાને બજાવવામાં આવી તે વ્યક્તિ તો ૧૮ ઓકટોબર ૧૯૭૬ માં મૃત્યુ પામી છે અને જે વ્યક્તિ મૃત્યુ પામી છે તે વ્યક્તિની સહીથી આ નોટીસ સ્વીકારવામાં આવી તેવા પુરાવો મેળવેલ હતો. તેમજ ફરિયાદમાં દર્શાવમાં આવેલ આરોપી નંબર ૨ નામે નારણદાસ વિરજી પીઠડીયા નાઓનું પણ અવસાન સને ૨૦૧૨ માં થઇ ગયેલ હોય, તો પછી તેઓ બંને નો નામ ફરિયાદ માં આરોપી તરીકે કઈ રીતે દર્શાવમાં આવ્યું.

Junagadh

દરમિયાનમાં વિરાટ ડાભીએ હાઇકોર્ટમાં આ તમામ પુરાવા સાથે કેસ દાખલ કર્યો હતો. જેમાં હાઇકોર્ટના એડવોડેટ પ્રશાંત ચાવડાએ આ દુર્ઘટનામાં મ્યુ. કોર્પોરેશનની બેદરકારી છે. જે બેદરકારી છુપાવવા મૃતકના નામે આવી નોટીસ પુરાવાના નામે ઊભી કરવામાં આવી છે એવી રજૂઆત હાઈકોર્ટ સમક્ષ કરી હતી. આ કેસ અન્વયે હાઈકોર્ટ એ જુનાગઢ પોલીસને એવો આદેશ કર્યો હતો કે આ કેસના ફરિયાદી વિરાટ ડાભી દ્વારા રજૂ કરાયેલા પુરાવા પૂરી રીતે ચકાસી મ્યુ. કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થતી હોય તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા ડાઇરેક્શન આપ્યું છે.

હવે તો કામગીરી તો ભૂલી જ જવાની. કારણ કે જો સરકારના કર્મચારીઓ ઓફિસ સૌથી પહેલા તો મોડા પહોંચે અને ત્યારબાદ કામગીરી કરવાનું આળસ થાય એટલે જેમ તેમ કામ કરવાનું. અને તેમને પણ ખબર છે કે કોણ જોવાનું છે. કોઈ વિરોધ નથી કરતુ અને કાયદો કોઈને સજા નથી કરતો. એટલે તેઓ કામગીરી કરવા નહિ કરવા બરાબર જ કરે છે.

આ પણ વાંચોParis Olympic 2024 : આ મહિલાઓની કહાની તમારામાં પણ જૂનુન ભરી દેશે

Read More

Trending Video