Junagadh Raju Solanki : ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ કેસમાંનો એક ગણેશ ગોંડલનો જૂનાગઢના દલિત સમાજના યુવકને માર મારવાનો કેસ. જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને માર મારવાના કેસમાં અત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અત્યારે જેલમાં બંધ છે. હવે આ જ સંજય સોલંકી અને તેના પિતા અને દલિત આગેવાન રાજુ સોલંકી (Junagadh Raju Solanki) સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજુ સોલંકી સહીત કુલ 5 વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજુ સોલંકી અને સંજય સોલંકી સહીત 3ની અટકાયત કરવામાં આવી છે. આ અટકાયત બાદ હવે ગુનાઇત પ્રવૃત્તિ કરનાર તત્વોમાં ફફડાટ મચી ગયો છે.