Junagadh Rain : જૂનાગઢમાં મેઘતાંડવથી તારાજી સર્જાઈ, કેશોદ અને ઘેડ પંથકમાં ભારે વરસાદથી ગામો બેટમાં ફેરવાયા

July 19, 2024

Junagadh Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાત (Gujarat)ના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ગુરુવારે શરુ થયેલો વરસાદ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. સાથે જ આજે ઘણી જગ્યાઓ પર મેઘ તાંડવ (Junagadh Rain) જોવા મળ્યું છે. જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પાગલે નદીઓ ગાંડીતુર બની છે. અને ગામડાઓ હાલ બેટમાં ફેરવાયા છે. જૂનાગઢ (Junagadh Rain)ના કેશોદમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેને કારણે લોકોને બચાવવા NDRFની ટિમ પણ તૈનાત કરવામાં આવી છે. બચાવકાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢના કેશોદમાં મેઘ તાંડવ

જુનાગઢ (Junagadh Rain)ના કેશોદ તાલુકાનું મઘરવાડા ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તાઓનું ધોવાણ થતા ગામ સંપર્કવિહોણું બન્યું છે. સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ચાર ખેડૂતો ફસાઈ જતાં ગામ લોકોએ ખેડૂતોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Junagadh Rain

જુનાગઢની સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. ગિરનાર પર અવિરત મેઘ મહેર થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. અને જેના કારણે સોનરખ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. લોકોને નદીના પટમાં અવરજવરની મનાઈ કરવામાં આવી છે.

માંગરોળનું ઘેડ બેટમાં ફેરવાયું

જૂનાગઢના માંગરોળનો ઘેડ પંથક ફરી એક વાર બેટમાં ફેરવાયો છે. જૂનાગઢમાં 5 થી 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો જયારે ઘેડ પંથકમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અને હજુ પણ ત્યાં મેઘમહેર યથાવત છે. ઓજત નદીમાંથી પાણી છોડવામાં આવતા નદી ઓવરફળો થઇ રહી છે. હવે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એ પાણી પહોંચી રહ્યા છે. જેમાં ઘેડ વિસ્તારના ઓસાસરમાં સમરડા, સાંઢા, ઘોડાદર, ભાથરોટ, બગસરા, ફૂલરા જેવા અનેક ગામો બેટમાં ફેરવાયા છે.

આ પણ વાંચોPorbandar Rain : પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ, ગઇકાલથી અત્યારસુધીમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

Read More

Trending Video