Junagadh : રાજ્યમાં ચોમાસાએ (Monsoon)સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) વિવિધ વિસ્તારોમાં વરસાદે (rain)ભારે તારાજી સર્જી છે. જેમાં જુનાગઢમાં (Junagadh)તો વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માણાવદર (manavadar)તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માણાવદર બેટમાં ફેરવાયું છે. ત્યારે આ આકાશી આફતના ડ્રોન વીડિયો સામે આવ્યો છે જેમાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો જોઈ શકાય છે.
જુનાગઢમાં વરસાદે સર્જી તારાજી
ગઈકાલે રાત્રે જુનાગઢ શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા ભારે તારાજી સર્જીઈ છે. જેમાં શહેરની અનેક બિલ્ડીંગોમાં પાણી ભરાઈ ગયા હતા આ સાથે રોડ પર પાણીમાં વાહનો ગરકાવ થયા હતા.જાણકારી મુજબ છેલ્લા બે દિવસથી માણાવદરમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે અનાધાર વરસાદને કારણે માણાવદરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સાથે માણાવદર તાલુકાના 17થી 18 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
માણાવદરનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું
જુનાગઢના માણાવદરના મટીયાણા ગામમાં ઓજત નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયં છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીના પાણી ખેતરો અને ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે મટીયાણા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં આ વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે.
કેશોદ ઘેડ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર
જુનાગઢના કેશોદ ઘેડ પંથકમાં સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસના વરસાદને લઈ 5 કરતાં વધુ ગામ સંપર્ક વિહોણાં અન્ય તાલુકાના ગામડાઓમાં પાણી ફરી વળ્યાં છે. કેશોદના બામણાસા અને બાલાગામ ઘેડ ગામે ઓઝત નદી બે કાંઠે વહેતાં અસંખ્ય જગ્યાએ પાળા તુટવાની ઘટનાથી ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે.
જુનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં જુનાગઢ, દેવભૂમી દ્વારકા, સુરત અને નવસારીમાં રેડ એલર્ડ જારી કરવામા આવ્યું છે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : Parliament Session 2024:’જો હું 80માંથી 80 બેઠકો જીતી લઉં તો પણ મને EVM પર વિશ્વાસ નથી’: Akhilesh Yadav