GUJCTOC : જૂનાગઢ ગણેશ ગોંડલ કેસના ફરિયાદી રાજુ સોલંકીના પરીવારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ પોલીસે રાજુ સોલંકીના પત્ની હંસા સોલંકીની અટકાયત કરી છે. પોલીસે હંસા સોલંકી સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે હવે પોલીસ ગુજસીટોકના ગુનુામાં હંસા સોલંકી ધરપકડ કરશે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર મહિલા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મહિલા અન્ય કોઈ નહીં પણ GUJCTOCના ગુનામાં હાલ જેલમાં બંધ જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પત્ની હંસા સોલંકી છે. હંસા સોલંકી સહિત બે લોકો સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી હંસા સોલંકી સહિત બે લોકોની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત 3 ઓગષ્ટના રોજ રાજુ સોલંકી અને તેના 4 સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજુ સોલંકી અને તેમના ચાર સાથીઓ વિરુદ્ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી સ્થાનિક ગુનાહિત જગતમાં ખળભળાટ મચી ગયો છે.
જુનાગઢ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા રાજુ બાવજીભાઇ સોલંકી ગૈંગ લીડ૨ તરીકે તથા તેની ગેંગના સભ્યોનો ગુનાહિત ઈતિહાસ ચેક કરતાં આરોપીઓએ ભુતકાળમાં હત્યાનો પ્રયાસ, પોલીસ ૫૨ હુમલો, પોલીસ ફ૨જ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગે૨કાયદેસ૨ અટકાયત, મારા-મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હાથિયા૨ ધારાનો ભંગ, જુગા૨ સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા.
આ પણ વાંચો: Raj Shekhawat : ગુજરાતમાં નવા ક્ષત્રિય આંદોલનના એંધાણ, રાજ શેખાવત પાઘડીના અપમાનના બદલામાં ફરી મેદાને આવ્યા