Junagadh : જૂનાગઢમાં પોલીસની ખુલ્લેઆમ દાદાગીરી, ટોલ ટેક્સ માંગતા કર્મચારીને માર્યો માર

July 1, 2024

Junagadh : ગુજરાત તો હવે જાણે પોલીસની ગુંડાગીરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રોજ પોલીસ (Police)ની ગુંડાગીરીનો કોઈને કોઈ કિસ્સો સામે આવતો રહે છે. આજે આવું જ કંઈક બન્યું છે જૂનાગઢમાં. ગુજરાત પોલીસના સત્તાના દુરુપયોગના કેસ સામે આવતા રહે છે. ત્યારે આવો જ એક કેસ આજે જૂનાગઢના વંથલીથી સામે આવ્યો છે. જૂનાગઢ (Junagadh)ના વંથલી ટોલનાકા પર ટોલ ટેક્સ ન ભરવા માટે પી.આઈ દ્વારા ટોલટેક્સ (Toll Tax)ના મેનેજર અને કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો અને તેમને માર મારવામાં આવ્યો હતો. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.

જૂનાગઢમાં PI ની દાદાગીરી

જૂનાગઢ (Junagadh)ના વંથલી ટોલનાકા પર PI આર.એ. ભોજાણીએ ટોલનાકા પર ટોલ ટેક્સ આપવાને લઈને બબાલ કરી હતી. ગાદોઈ ટોલનાકાના પર પોતાના વાહનમાં આવી પીઆઈએ તેનું આઇ કાર્ડ બતાવ્યું હતું. ત્યાર બાદ ટોલ વસૂલતા કર્મચારી સાથે બોલાચાલી થતાં PI ભોજાણી ટોલબૂથમાં ઘૂસી ટોલ ટેક્સના કર્મચારીનો કાઠલો પકડી બહાર લઈ જતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલમાં પી.આઈ આર.એ.ભોજાણી સહિત તેમના 20થી વધુ મળતિયાઓ પર હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવ બાદ PI ભોજાણી અને ત્રણ ફોર વ્હીલમાં આવેલા 20થી વધુ અજાણ્યા શખ્શોએ ટોલનાકા સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ટોલનાકાના બંને માણસોને સારવાર માટે જૂનાગઢ (Junagadh) ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બંને ઈજાગ્રસ્તોના હાથ પગમાં ફ્રેક્ચરને ગંભીર ઇજાઓ પહોંચી છે તેવું જણાવ્યું હતું.

જૂનાગઢ (Junagadh) પોલીસે પી.આઈ ભોજાણી સામે ફરિયાદ તો ચોક્કસ નોંધી છે પરંતુ તેની સામે ખરેખર કાર્યવાહી કેટલી કડક કરવામાં આવશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તમારા વિભાગના પોલીસ આધિકારી આ પ્રકારે ટોલટેક્સના કર્મચારી સાથે મારામારી કરી તેને લઈને તમારા પી.આઈ ભોજાણી સામે હવે તમે કેવી કાર્યવાહી કરશો ?

આ પણ વાંચોGanesh Gondal : ગણેશ ગોંડલની મુશ્કેલીમાં થયો વધારો, પોલીસે કલમ 120 (બી)નો કર્યો ઉમેરો

Read More

Trending Video