Junagadh MP Rajesh Chudasma :લોકસભાની ચૂંટણીમાં (LOksabha Election) ચર્ચામાં રહેલી જૂનાગઢ (Junagadh ) લોકસભા બેઠક પર ભાજપે (BJP) ઘણાં મનોમંથન પછી સિટિંગ સાંસદ રાજેશ ચૂડાસમાને (Rajesh Chudasma) ફરી ટિકિટ આપી હતી.કારણ કે, રાજેશ ચુડાસમા સામે વેરાવળના ડૉ.અતુલ ચગ આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ચૂંટણી જીત્યા બાદ આજે ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખુલ્લેઆમ ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે.
રાજેશ ચુડાસમાએ જાહેરમંચ પરથી આપી ધમકી
આ લોકસભાની ચૂંટણીમાં તાલાલા વિધાનસભા બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાને માત્ર 33 મતની જ લીડ મળી છે. આ વખતે ભાજપમાં જુથવાદ પણ સામે આવ્યો હતો જેના કારણે પણ તેમની લીડ ઘટી હોવાનું કહેવાય છે. ત્યારે તાલાલામાં ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાજેશ ચૂડાસમાના તેવર બદલાયેલા જોવા મળી રહ્યા છે. જે નેતા પહેલા હાથ જોડાતા હતા તે હવે ખુલ્લે આમ ધમકીઓ આપી રહ્યા છે.
ધમકી આપતા શું કહ્યું ?
રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, આ વખતે ઘણા લોકો એવું વિચારતા હતા કે, આ વખતે જુનાગઢ સીટ ભાજપ હારી જશે. કારણ કે, જ્ઞાતિઓના સમીકરણો, 10 વર્ષમાં જે મેં નથી કર્યા તે કામો પણ મારા નામે ચઢાવીને અને વાતાવરણ ઉભુ થયુ. આ વખતે જુનાગઢ સીટ જવાની છે તેવું વાતાવરણ ઉભુ કર્યું. 4 જુનના રોજ પણ ભાજપ હારશે તેવા સમાચાર આવશે પણ મને વિશ્વાસ હતો કે 10 વર્ષમાં જુનાગઢ અને ગીર સોમનાથની જનતાને અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ મને ક્યારેય માફ નહીં કરે. અને તેનું પરિણામ ભોગવવવા માટે હુ તૈયાર છુ.
વિરોધીઓને નહીં છોડવાની આપી ધમકી
આજે પણ હુ ભગવાનની સાક્ષીમાં કહ્યુ કે, ક્યારેય પણ કોઈ જ્ઞાતિ જાતિના આવ્યા વગર ભાજપનો ફાયદો કેમ થાય, ભાજપના મત કેમ વધે તેના માટે મે પ્રયાસ કર્યા છે. અને અહી ભગાભાઈ બારટને મારે એટલા માટે અભિનંદન આપવા છે કે, સામે આહિર સમાજના ઉમેદવારના હતા. હુ કોઈપણ ચૂંટણી લડુ મારા વિરોધીઓનું નામ પણ લેતો નથી. કારણ કે મારા પ્રજાને મારી વાત કરવા છુ બીજાની વાત હુ કરતો નથી.વધુમાં તેમણે કહ્યુ કે, છેલ્લી બે ટર્મનાં 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં તે ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું. આ સાથે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એને મૂકવાનો નથી.
આ પણ વાંચો : Hajj Pilgrims : હજ યાત્રીઓ પર ગરમીનો કહેર, અત્યાર સુધીમાં 900 થી વધુ મોત; 90 ભારતીયોએ પણ જીવ ગુમાવ્યા